આ “Meditation” કરવાથી મળશે શાંતિની સાથે મજા પણ | Mindfulness

આજના સમયમાં જીવનમાં સરળતા ઓછી અને ગૂંચવાડા વધુ જોવા મળે છે. જે સ્વાભાવિક છે, કારણ કે માનવી જ્યાં સુધી નક્કી ન કરી લે કે તેની પ્રકૃતિને અનુકૂળ શું છે ત્યાં સુધી ગૂંચવાડા થયા કરશે. ખેર, ખાસ વાત તો એ છે કે આ ગૂંચવાડા ઉકેલ નારા બાબા રૂપી વ્યક્તિઓની સંખ્યા પણ કીડી મકોડા ની જેમ વધતી જાય છે. જે પોત-પોતાની સમજણ કે કોઈ ની કોપી કરીને પણ સમાજનું માર્ગદર્શન કરે છે. જેમાંની એક સર્વ સામાન્ય સલાહ હોય છે “Meditation” કરવાની.

હવે એક સામાન્ય વ્યક્તિ માટે ઘણીવાર Meditation શું છે તે સમજવું પણ અઘરું હોય છે અને Meditation શીખવાડનારા ને પણ કદાચ નિર્વિચાર અવસ્થાનો અનુભવ નથી થતો. પરંતુ હાલના સમયમાં મેડિટેશનને મોર્ડન લાઇફ અને ફેશન સાથે જોડી દેવાથી લોકો પદ્માસનમાં આંખો મીંચીને ધ્યાન લગાવવાની કોશિશ માં શું નાં શું વિચારે ચડી જતા હોય છે, પરંતુ અહી એની ચર્ચા આપણે નથી કરવી.

 જો તમે Meditation કરીને પોતાની જાતને રિલેક્સ અને સ્ટ્રેસ ફ્રી કરી શકતા હોય તો ખૂબ સારી વાત છે, પરંતુ જો સાદી ને સરળ રીતે રિલેક્સ કે ભાર રહિત થવું હોય તો આવો વાત કરીએ કેટલાક સ્વાનુભવ નાં સૂત્રોની.

પુરુષો માટે વિટામીન અને મિનરલ ટેબ્લેટ – તમને આપશે તાજગી – શક્તિ- સારી ઊંઘ – સ્ટ્રેસ મુક્ત રહેવા માટે
https://amzn.eu/d/4akKS75

1- નાંચવું (Dancing)

શિવનું નટરાજ સ્વરૂપ અને કૃષ્ણની રાસલીલા આપણી સંસ્કૃતિમાં નૃત્ય નું મહત્વ દર્શાવે છે. તેવી જ રીતે વિશ્વની દરેક સંસ્કૃતિમાં નૃત્યનું મહત્વ રહેલું છે. જેની પાછળનું કારણ છે પોતાની જાતને હળવી કરવી. નૃત્ય કરતી વખતે શરમ અને અહમ થી મુક્ત થવું પડે છે, અને કુદરતી રીતે માણસ જ્યારે ખરા દિલથી નાચે છે ત્યારે વિચારશૂન્ય થઇ જાય છે. બસ આ અવસ્થા એટલે “Meditation”. જાહેરમાં ન કરી શકો તો એકાંતમાં, પોતાનો રૂમ બંધ કરીને મનપસંદ સંગીત પર બેચાર ઠુમકા મારી જોજો મનનો બોજ હળવો જરૂર થશે.

2- ગાવું (Singing)

તમે અનુભવ કરી જોજો જ્યારે આપણે ખરા દિલથી ગાઈએ છીએ ત્યારે મગજ માં વિચારો બંધ થઈ જતા હોય છે. ગાવું અને વિચારવું બંને સાથે ન થઈ શકે. ગાવાથી ફેફસા ની કસરત થવાને કારણે પ્રાણાયામ પણ થઈ જશે. અરે, આવડે કે ન આવડે લલકારી નાખવું. એક ખાસ વાત, જે લોકોને over thinking (વિચાર વાયુ) ની સમસ્યા છે તેઓ ગીત સાંભળવાની સાથે સાથે ગાવાનું પણ રાખશે તો જરૂરથી ફાયદો થશે.

3- કામ (Sex)

કદાચ ઘણા લોકોને નવાઈ લાગશે પણ સેક્સમાં પણ Meditation ની અવસ્થા હોય છે. સંપૂર્ણ રીતે ધ્યાનપૂર્વક ડૂબીને સંભોગ કરવાથી વ્યક્તિ વિચારશૂન્ય થઇ જવાય છે. સેક્સ દરમિયાન શરીરમાં કેટલાક હોર્મોન નો સ્ત્રાવ વહે છે, જે મન, મગજ અને શરીરને શાંત કરે છે માટે હેલ્ધી સેક્સ લાઈફ પણ વ્યક્તિને સ્ટ્રેસ ફ્રી રાખી શકે છે.

4- કુદરતી વાતાવરણ (Nature)

માનવી એ કુદરતનો અંશ છે. પ્રકૃતિ ના ભાગરૂપે માણસ અને કુદરત એકબીજા સાથે મૂળથી જોડાયેલા છે. એટલા માટે તો મોટેભાગે આપણને પર્વત, જંગલ, સમુદ્ર, નદી, ખેતર વગેરે જેવી કુદરતી જગ્યાએ એક આંતરિક આનંદ અને શાંતિ નો અહેસાસ થાય છે. માટે બની શકે તો અઠવાડિયામાં એકાદ વખત આપણા ઘરની નજીક આવેલા આવા કોઈ સ્થળે (બની શકે તો એકલા) જરૂરથી જવું.

5- ગમતી વ્યક્તિ સાથે સંવાદ ( Talk with loved ones)

“Meditation” માટેનો સૌથી સરળ માર્ગ છે પોતાને ગમતી વ્યક્તિ સાથે સંવાદ. આપણા અહમ્ ને ઓગાળીને, લાગણીઓની ભીનાશ સાથે દિલની વાતો પણ મનનો ભાર હળવો કરી નાખે છે. જે કોઈ મિત્ર હોઈ શકે, પ્રેમિકા કે પત્ની હોઈ શકે, સ્વજન કે અજાણી વ્યક્તિ પણ હોઈ શકે.

આ પાંચ પ્રવૃત્તિ રૂપી પંચામૃત જીવનરૂપી યજ્ઞમાં હોમાશે, તો પોતાના આત્માની નજીક પહોંચી શકાશે અને આત્માની નજીક પહોંચવાથી ચિંતા-તણાવ-ટેન્શન થી મુક્તી સંભવ છે.

Call Now for Appointment