વ્યક્તિ ચાહે ગરીબ હોય કે પૈસાદાર દરેકના જીવનમાં અમુક સપના હોય છે, અમુક ગોલ નક્કી કર્યા હોય છે. જો વ્યક્તિ ગરીબ હોય તો તેના સપના ભૌતિક વસ્તુઓ પામવાના હોય છે. જેમ કે સારું ઘર, કાર, બેંક બેલેન્સ વગેરે. અને જો પૈસાદાર હોય તો વધુ સંપત્તિ, સત્તા કે પછી ભાવનાત્મક સંબંધો પામવાના ગોલ હોઈ શકે છે. અને જો સંતુષ્ટ વ્યક્તિ હોય તો આધ્યાત્મિક સુખ મેળવવાની ઈચ્છા તો હોય જ છે.
પરંતુ આ દરેક પ્રકારના સપના કે ગોલ ને સાકાર કરવા માટે એક ખાસ વસ્તુની જરૂર પડે છે.
તમે કહેશો કે દ્રઢ નિશ્ચય! આત્મવિશ્વાસ! સખત મહેનત! હા! તમે સાચા છો.
પરંતુ આ બધી વસ્તુઓ પહેલા જેની જરૂર પડે છે તે છે “સારું સ્વાસ્થ્ય” સારા સ્વાસ્થ્ય વગર જીવનના દરેક ગોલ અધૂરા રહી જાય છે અને કદાચ પુરા પણ થઈ જાય તો તે વસ્તુ કે સંપત્તિને માણવા માટે સારા સ્વાસ્થ્ય ની જરૂર પડે છે.
આધ્યાત્મ માં પણ એક ઉચ્ચ કક્ષાની સાધના કરવા માટે અને પ્રેરણાદાયક જીવન જીવવા માટે સારા સ્વાસ્થ્યની જરૂર તો પડે જ છે.
પરંતુ હાલમાં મનુષ્ય જીવનની આ સૌથી પહેલી પ્રાયોરિટી (સ્વાસ્થ્ય) જોખમમાં જણાય છે. સામાન્ય ફ્લૂથી લઈને હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા, ચામડીના રોગો, પેટન રોગો, કેન્સર અને ડિપ્રેશન જેવી વિવિધ માનસિક સમસ્યાઓ મનુષ્યને ઘેરી વળી છે.
આ બીમારીઓ સાથે લડવા માટે આજનો મનુષ્ય મોર્ડન મેડિકલ સાયન્સ તરફ આસાની નજરે જોઈ રહ્યો છે. તેને લાગે છે કે કોઈ સમસ્યા આવશે તો ટ્રીટમેન્ટ કરાવી લઈશું, પરંતુ શું ટ્રીટમેન્ટ થકી ખરું સ્વાસ્થ્ય મેળવી શકાય છે?
પહેલા તો આપણે એ નક્કી કરી લઈએ કે ખરું સ્વાસ્થ્ય એટલે શું? કદાચ આપણને લાગે કે કોઈ રોગ ન હોય એટલે આપણે સ્વસ્થ કહેવાય કે પછી રોગના લક્ષણો કાબુમાં હોવા એટલે આપણે સ્વસ્થ કહેવાય. પરંતુ ખરું સ્વાસ્થ્ય આ બંને વ્યાખ્યાઓ કરતા ઉપરનો દરજ્જો ધરાવે છે.
સ્વાસ્થ્ય પ્રત્યે આપણી જાગૃતતા અને આપણી કેટલીક સારી આદતો પર આપણું સ્વાસ્થ્ય આધારિત છે. એટલે કે ખરા સ્વાસ્થ્ય વિશેની સાચી માહિતી હોવી અને તે મુજબની જીવનશૈલી હોવી તે એક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન વ્યક્તિની નિશાની છે.
પણ આ સાચી માહિતી મળે કેવી રીતે! તે એક યક્ષ પ્રશ્ન છે. કારણ કે મોડર્ન મેડિકલ સાયન્સ પણ મહદંઅંશે બીમારી અને તેના લક્ષણો ઉપર કાબુ મેળવવાથી વધુ ઊંડાણપૂર્વકની વિચારધારા ધરાવતું નથી.
દા.ત ડાયાબિટીસ, જેમાં લોહીમાં સુગર નું પ્રમાણ જરૂરિયાતની માત્રા કરતા વધી જાય છે જેના કારણે શરીરના અંદરના અંગોને નુકસાન પહોંચે છે. મોર્ડન મેડિકલ સાયન્સ માં સુગર લેવલને કંટ્રોલ રાખવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ડાયાબિટીસ થવાના કારણો કે પછી તેને થતો અટકાવવો કેવી રીતે તેના રિસર્ચ પર ખૂબ ઓછો સમય અને પૈસા ખર્ચ કરવામાં આવે છે.
સ્વાસ્થ્ય વિશેની આટલી પૂર્વભૂમિકા બાદ આપણે મૂળ મુદ્દા તરફ આગળ વધીએ જેમાં આપણે એક સ્વસ્થ શરીર વિશે વાત કરીશું.
આપણું શરીર કુદરતી રીતે કાર્ય કરે છે. એટલે કે તેને મોટાભાગની આંતરિક ક્રિયાઓ સ્વયં સંચાલિત (ઓટોમેટેડ) છે જેને આપણે કંટ્રોલ કરી શકતા નથી. પરંતુ હા, આ આંતરિક ક્રિયાઓને યોગ્ય રીતે થવા માટે એક ચોક્કસ પ્રકારના આંતરિક વાતાવરણ કે પરિસ્થિતિની જરૂર હોય છે જેમા તે સરળ રીતે કાર્ય કરી શકે. જેવી રીતે એક ફેક્ટરી ને સારી રીતે ચલાવવા માટે તેમાં કામ કરતા કર્મચારીઓને બને તેટલું કમ્ફર્ટેબલ વાતાવરણ આપવું પડે છે, જેનાથી તેઓ સરળતાથી કાર્ય કરી શકે.
કમનસીબે આપણી હાલની જીવનશૈલીની આદતો એવી બનતી જાય છે કે જેનાથી આપણા શરીરના આંતરિક વાતાવરણને નુકસાન પહોંચે છે, જેથી તે યોગ્ય રીતે કામ કરી શકતું નથી. જો આપણે ફક્ત યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ તો પણ આપણું શરીર એટલું સ્માર્ટ અને શક્તિશાળી છે કે તે પોતાની રીતે જ પોતાનું ધ્યાન રાખી શકે છે જેનાથી આપણે રોગમુક્ત જીવન જીવી શકીએ છીએ.
હજારો લાખો વર્ષોથી મનુષ્ય પોતાનું અસ્તિત્વ પૃથ્વી પર ટકાવી રાખી શક્યો છે. જેનું કારણ છે તેના શરીરમાં રહેલી “આવડત”. જે વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ કુદરતી કે કુત્રિમ આફતો વગેરે સાથે પોતાની જાતનું અનુકૂલન સાદી શક્યો છે. આ અનુકૂલન સાધવા માટે તેના શરીરને કેટલીક પાયાની જરૂરિયાત રહી છે જેમાં યોગ્ય પોષણ, હલનચલન અને આરામ આ ત્રણ બાબતો મહત્વની છે.
હવે જ્યારે જ્યારે આપણે પોષણ હલનચલન અને આરામ આ ત્રણમાંથી કોઈ એકમાં પણ ગરબડ ઊભી કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં રોગને પ્રવેશવા માટેની તક મળે છે. આમ જોતા આ બાબત ખૂબ જ સહેલી અને સરળ લાગે છે. પરંતુ શાંતિથી વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આપણે ઘણા ખરા અંશે આ ત્રણેય બાબતોને (પોષણ હલનચલન આરામ) દૂષિત કરી નાખી છે.
આ સિવાય પણ બીજી ઘણી એવી બાબતો છે જેના વિશે વિસ્તારપૂર્વક સમજવું અને તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
વિકસિત દેશોની સરકારો પણ સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ગંભીર છે ભવિષ્યમાં અને વર્તમાનમાં પ્રજાના કથળતા સ્વાસ્થ્યનો ભાર ઉઠાવવો એ એક મોટી સમસ્યા છે. અરે, વ્યક્તિગત ધોરણે પણ આપણને અને આપણા પરિવારને સ્વાસ્થ્યની સમસ્યા આર્થિક, માનસિક અને ભાવનાત્મક ધોરણે પોસાય તેમ નથી.
આવનાર અંકોમાં આપણે એક પછી એક સ્વાસ્થ્યના પાસાઓ વિશે વિગતવાર અને ખૂબ જ ઉપયોગી ચર્ચા કરીશું.
Arvindsinh Rana
Counselling Psychologist
તાજેતરની પોસ્ટ્સ
- આ છે પુરુષો નો સૌથી મોટો દુશ્મન (પુરુષો નું સમાયોજન) | Adjustment Psychology by Arvindsinh Rana
- આ “Meditation” કરવાથી મળશે શાંતિની સાથે મજા પણ | Mindfulness
- સાસરે રહેતી સ્ત્રીનું સમાયોજન | Psychology of Women adjustment by Arvindsinh Rana
- આ ખાસ ગુણ તમને આપી શકે છે, જીવનમાં શાંતિ અને સુખ | How to live Peacefully and Happily
- આ છે હેપ્પી મેરેજ લાઈફ ની 5 નિશાનીઓ | Happy Marriage Life by Arvindsinh Rana
- આ 4 વસ્તુ થી તમે પણ કરી શકો છો તમારા મન પર કાબુ | ભગવદ્ ગીતા ની સાયકોલોજી
- કોઈ પણ ક્ષેત્રે મળશે સફળતા, જો ભગવદ્ ગીતા ની આ વાત સમજી લીધી | By Arvindsinh Rana
- શું તમે જીવનમાં વધુ પૈસા ને આકર્ષવા માંગો છો?
- સારી ટેવ પાડવા શું કરવું !
- સસ્ટેનેબલ હેપ્પીનેસ – The Real Happiness (નિર્મળ-ટકાઉ આનંદ)
Latest Posts
- “ये है पुरुषों का सबसे बड़ा दुश्मन” | Adjustment of the Male by Arvindsinh Rana
- मानसिक समस्याओ से बचने के लिए इन 5 चीजों पर जरूर ध्यान दे | Tips from Psychologist
- 5 Signs of Happy Marriage Life | By Arvindsinh Rana
- क्या रोज शराब पीने वाले लोग कमजोर होते है? Psychology of an Alcoholic
- ये 5 कारणों से होती है पैसों की कमी । क्या आप जानते है?
2 Responses
[…] […]
[…] […]