Parenting એ કદાચ ગ્લોબલ વોર્મિંગ અને આતંકવાદ પછીની બીજી એક મોટી સમસ્યા બની ગઈ છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી.
દરેક માતા-પિતાને એવી ઇચ્છા હોય છે કે પોતાના સંતાન માટે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અને વ્યવસ્થા પૂરી પાડે, ઘણી વખત તો મા-બાપ પોતાના ગજા કરતાં પણ વધારે સંતાન પાછળ ખર્ચી નાખે છે. જેની પાછળના કારણો સામાજિક પ્રતિષ્ઠા અને વધુ પડતી અપેક્ષાઓ પણ હોય છે.
પોતાની જરૂરિયાત અને ક્ષમતા મુજબ બાળકના ભાવિ કલ્યાણ માટે જરૂરથી પ્રયત્નો કરવા જોઈએ પરંતુ આ પ્રયત્નો પાછળનો ગર્ભિત ઉદ્દેશ માતા-પિતાની અંગત પ્રતિષ્ઠા અને વાહવાહી મેળવવાનો કે સંતાન નું પ્રદર્શન કરીને પોતે આકર્ષણનું કેન્દ્ર બનવા માટેનો ન હોવો જોઈએ. જે ખરેખર બાળક પર બોજ બને છે અને ભવિષ્યમાં તેના નકારાત્મક પરિણામો પણ આવતા હોય છે.
અત્યારે વધતી જતી કોમ્પિટિશન અને સામાજિક અપેક્ષાઓને કારણે બાળકના જીવન માં સૌથી મહત્વનું સ્થાન શિક્ષણ અને કારકિર્દી એ લઈ લીધું છે. જેને જુઓ તે ફક્ત સંતાનનાં શિક્ષણ અને કારકિર્દી વિશે જ વાતો કરશે. અરે ઘણીવાર તો માતા પિતા અને તેમના મિત્રો ના ગ્રુપ ફંકશન અને સામાજિક પ્રોગ્રામમાં પણ ફક્ત પોતાના બાળક ની વિશિષ્ટતાઓ વિશે ચર્ચાઓ ચાલતી હોય છે, જે આડકતરી રીતે બાળકના માનસ પર ભાર અને સ્ટ્રેસ વધારે છે. તે પોતાના પરફોર્મન્સ પ્રત્યે વધુ ચિંતિત બને છે અને થોડું ઘણું પણ ઉતરતું પર્ફોમન્સ કે ફેલ્યોર (નિષ્ફળતા) ને સ્વીકારી શકતું નથી.
- હવે મુદ્દાની વાત.
શિક્ષણ અને કારકિર્દી એ જીવનનો ખૂબ જ અગત્યનો ભાગ છે તે સ્વીકારવું જ રહ્યું પરંતુ તે “જીવન” નથી, ફક્ત તેનો એક ભાગ છે.
આ સિવાય પણ જીવનનાં ઘણાં પાસા છે, જેના વિશે સંતાનોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ સામાજિક પ્રશ્નો ખૂબ જ વધતાં જાય છે, જેમાં મુખ્યત્વે લગ્ન વિચ્છેદ (લગ્નની સમસ્યાઓ), બગડતા પારિવારિક સંબંધો, સમજણ અને સહનશક્તિનો અભાવ, સંબંધોમાં સમાયોજન ન સાધી શકવું અને કદાચ તેથી પણ વધારે ડિપ્રેશન અને આત્મહત્યા સુધીની ગંભીર સમસ્યાઓ.
મહદઅંશે આ બધી સમસ્આયાઓ નો સામનો કરી રહેલા લોકો સુશિક્ષિત અને સારી કારકિર્દી ધરાવતા તો હોય જ છે. આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં ઓછુ શિક્ષણ અને આર્થીક તંગી હોવા છતાં આ પ્રકારની સમસ્યાઓ નું પ્રમાણ ઘણું ઓછું હતું, અને અત્યારે તે વધુ જોવા મળે છે તો આપણે એ સમજવું રહ્યું કે આની પાછળના કારણો શું છે?
જેનું એક મુખ્ય કારણ છે, આપણા જીવનમાં ફક્ત શિક્ષણ અને કારકિર્દી નું મહત્વ, જીવનના વ્યવહારુ પાસાઓ વિશે સાચી સમજણનો અભાવ, જેની પાછળ જવાબદાર છે દરેક પેઢીના માતા-પિતા. બાળકને જેવું વાતાવરણ આપવામાં આવશે અને જેવું દ્રશ્ય તે જોશે તેવી તેની માનસિકતા ઘડાશે. જેમાં ખાસ માતા-પિતાના પારસ્પરિક સંબંધો, માતા-પિતાનો અને કુટુંબના સભ્યોનો તેના તરફનો વ્યવહાર, અભ્યાસ અને કારકિર્દી સિવાયની તેની સાથેની વાતચીત, બાળક સાથે વિતાવવા માં આવતો સમય (તેની મરજી મુજબ) વગેરે.
આપણે જો ખરેખર બાળક ના ઉજ્જવળ ભવિષ્ય અને આનંદમય જીવન માટે કંઈક આપવું હોય તો ત્રણ વસ્તુ તેને આપવી જોઈએ.
1) પ્રેમ
2) સંસ્કાર
3) વ્યવહારુ જ્ઞાન
ત્રણેય પાસા વિશે ટૂંકમાં વાત કરીએ.
1) પ્રેમ – Love & Affection
પ્રેમ એટલે ફક્ત આપણને જ્યારે ઉભરો આવે ત્યારે કરવામાં આવતું વ્હાલ નહીં. તેની સાથેનું આપણું કાયમી વર્તન, બાળકની સ્વતંત્રતા અને તેની વિચારસરણી ને માન-સન્માન, તેની જગ્યાએ આપણી જાતને મુકીને પરિસ્થિતિનું મૂલ્યાંકન, આ છે પ્રેમ, નહિ કે ફક્ત મોંઘુ શિક્ષણ, ઉચ્ચ સગવડો અને ખોટા લાડ.
2) સંસ્કાર – Culture
અત્યારના મા-બાપ માટે સંસ્કાર એટલે મોટેભાગે શિષ્ટાચાર (એટિકેટસ) અને ચોખ્ખાઈ (પર્સનલ હાઇજીન) બસ. પણ તેની સાથે જીવનમાં પ્રેમ અને સંબંધોનું શું મહત્વ છે, કોની પાસેથી શું શીખી શકાય, પોતાનાથી નાના અને મોટા સાથે કેવું વર્તન હોવું જોઈએ અને તેના પાછળના કારણો શું છે વગેરે જેવી બાબતો ચર્ચા અને આપણા વર્તનથી સમજાવી શકાય, નહિ કે ફક્ત ટોકી ટોકીને કે સલાહ સુચન આપીને.
3) વ્યવહારુ જ્ઞાન – Practical Knowledge
“વ્યવહારુ જ્ઞાન” એ અત્યારના બાળકોમાં જોવામાં આવતી ખાસ દુર્લભ ગુણ છે.
જેના માટે ખાસ
- માણસને ઓળખવા અને તેની સાથે યોગ્ય વ્યવહાર કરવાની કળા
- દરેક વ્યક્તિ માંથી સકારાત્મક બાબત શીખવાની કળા
- પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત કરવાની રીત
- વ્યવહારુ અભિગમ કેળવીને જીવનની સમસ્યાઓ નો સામનો કરવાની કળા
- દરેક પ્રકારના વ્યક્તિઓ ના વિચારો અને સ્વતંત્રતા ને માન આપવું
- જીવનમાં આવનારી સફળતા અને નિષ્ફળતા સાથે કઈ રીતે ડીલ કરી ને આનંદમય જીવન જીવવું.
અને છેલ્લે…
“જીવનનો ઉદ્દેશ આનંદ અને શાંતિ છે તેના ભોગે કાંઈ પણ કરવું નહીં.
Arvindsinh Rana
Counselling Psychologist
તાજેતરની પોસ્ટ્સ
- આપણે બીમાર કેમ પડીએ છીએ! | By Arvindsinh Rana | Health – 2
- ગણપતિ દાદાની સાઇકોલોજી | By Arvindsinh Rana
- “આ એક વસ્તુ તમારા દરેક સપના પૂરા કરી શકે છે” By Arvindsinh Rana
- આ છે પુરુષો નો સૌથી મોટો દુશ્મન (પુરુષો નું સમાયોજન) | Adjustment Psychology by Arvindsinh Rana
- આ “Meditation” કરવાથી મળશે શાંતિની સાથે મજા પણ | Mindfulness
- સાસરે રહેતી સ્ત્રીનું સમાયોજન | Psychology of Women adjustment by Arvindsinh Rana
- આ ખાસ ગુણ તમને આપી શકે છે, જીવનમાં શાંતિ અને સુખ | How to live Peacefully and Happily
- આ છે હેપ્પી મેરેજ લાઈફ ની 5 નિશાનીઓ | Happy Marriage Life by Arvindsinh Rana
- આ 4 વસ્તુ થી તમે પણ કરી શકો છો તમારા મન પર કાબુ | ભગવદ્ ગીતા ની સાયકોલોજી
- કોઈ પણ ક્ષેત્રે મળશે સફળતા, જો ભગવદ્ ગીતા ની આ વાત સમજી લીધી | By Arvindsinh Rana
Latest Posts
- “ये है पुरुषों का सबसे बड़ा दुश्मन” | Adjustment of the Male by Arvindsinh Rana
- मानसिक समस्याओ से बचने के लिए इन 5 चीजों पर जरूर ध्यान दे | Tips from Psychologist
- 5 Signs of Happy Marriage Life | By Arvindsinh Rana
- क्या रोज शराब पीने वाले लोग कमजोर होते है? Psychology of an Alcoholic
- ये 5 कारणों से होती है पैसों की कमी । क्या आप जानते है?
Powerful and effective article for parents