સાચો સફળ વ્યક્તિ કોણ છે, આપો આ 8 સવાલો ના જવાબ By Arvindsinh Rana

સાચો સફળ વ્યક્તિ કોણ? દરેક વ્યક્તિ પોતાને સફળ જોવા માંગે છે. પણ  સાચી સફળતા કોને કહેવાય તેના વિશે ઘણા મત મતાંતર હોય શકે. 

આપણને જે ગમતું હોય એ કામ કરવું ? કે જે કામ કરતા હોય એ દિલ થી કરવું?

Do what you love or Love what you do….

પ્રશ્ન વિકટ છે (સાચો સરળ વ્યક્તિ કોણ) અને સાથે સાથે વિચારવા મજબૂર કરે છે. સરળ ભાષા માં કહું તો “Job Satisfaction” હા, શું આપણે આપણા કામ નોકરી,ધંધો કે વ્યવસાય થી ખુશ છીએ? જો જવાબ “હા” હોય તો તમે એક ખીલેલા ફૂલ છો જેમાંથી સુગંધ પ્રસરી રહી છે જે આસપાસ પણ સુવાસ ફેલાવી રહ્યા છો અને જો જવાબ “નાં” હોય તો શું?

 

 

દા.ત- આપણને તરસ લાગે અને આપણે દૂધ પીધા કરીએ તો ? ભલે દૂધ શરીર માટે ગમે તેટલું ગુણકારી હશે પણ સંતોષ તો પાણી જેવા સરળ પદાર્થ થી જ થશે. બસ જીવન નું  પણ આવું જ છે, જીવન ને તૃપ્ત કરનારી વસ્તુઓ પણ સરળ જ હોય છે, આપણે જ વધારાનો ભાર માથે લઈને ફરીએ છીએ. આપણને આપણું કામ કંટાળા જનક, બોઝરૂપ અને તણાવ (stress) થી ભરેલું લાગે છે તેનું કારણ શું?

જવાબ ની શરૂઆત આપણા સફળતા ના ધોરણો, જે સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તેનાથી થાય છે જેમાં ઉચ્ચ પદવી, ઉચ્ચ શિક્ષણ, વિશાળ બંગલો, વૈભવી કાર, વિદેશ પ્રવાસો, સામાજિક વર્ચસ્વ વગેરે વગેરે… બસ બધાને ગમે તે ભોગે આજ જોઈએ છે. હા, આં બધી વસ્તુ નુ મહત્વ જરૂર છે પણ ફરજિયાત નથી. આ વસ્તુઓ પાછળ આંધળી દોટ જ માણસ ના જીવન માં નીરસતા પેદા કરે છે.

અનુભવો નાં આધારે કહું છું કે જે લોકો ને સમાજ ખૂબ સફળ મને છે અને આપણે પોતે કે આપણા સંતાનો ને તેવા બનાવવા માગતા હોઈએ છીએ તેવા ડૉક્ટર, એન્જિનિયર, IPS, IAS વગેરે માં જૂજ લોકો જ ખીલેલા ગુલાબ જેવું સુગંધિત વ્યક્તિત્વ નાં માલિક હોય છે બાકી તો સોગિયાં મોઢા, બિન જરૂરી ગંભીરતા, સહજતા નો અભાવ, નાની નાની વાતે ગુસ્સે થઇ જવું. આ બધું શુ દર્શાવે છે? તેઓ જ્યાં છે ત્યાં ખુશ નથી સંતુષ્ટ નથી.

ઘણા સમય પહેલાં એક વીડિયો જોયો હતો જેમાં હરિયાળા ખતરો ઉપર થી એક વિમાન પસાર થઈ રહ્યું હતુ, વિમાન માં બેઠેલો એક મોટી કંપની નો C.E.O નીચે ખેતરો માં ફરતો ખેડૂત ને જોઈ ને વિચારતો હતો કે ખેડૂત કેટલો નસીબદાર છે, કુદરત સાથે જોડાયેલો, નિરાંત વાળુ જીવન છે અને સામા પક્ષે ખેડૂત વિમાન તરફ નજર કરીને વિચારતો હોય છે કે વિમાન માં ઉડનાર વ્યક્તિ કેટલા નસીબદાર હશે કેવું વૈભવી જીવન જીવે છે, દુનિયા જોવે છે.

કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ જ્યાં છે ત્યાં ખુશ નથી. અને હું તો કહું છું કે કોઈ કોઈને ખુશ ન કરી શકે, જાતે જ ખુશ થઈ શકાય. પણ કેવી રીતે?  જવાબ છે આપણી પોતાની સફળતા નાં ધોરણો આપણી જરૂરિયાત અને આપણા સ્વભાવ મુજબ નક્કી કરવા પડશે. ત્યારે જ આપણે સમજી શકીશું કે સાચો સફળ વ્યક્તિ કોણ !

સાચો સફળ વ્યક્તિ કોણ તે સમજવા માટે ખુદ ને અમુક સવાલ કરવા પડશે. 

  1. શું હું બીજાની સફળતા માંથી પ્રેરણા લેવાને બદલે તેમના થી અંજાઈ તો નથી જતો ને?
  2. મારે કેટલા અને કેવા મિત્રો છે? અને હું તેમની સાથે કેવો સમય વિતાવું છું?
  3. શું મને મળ્યા પછી કોઈ વ્યક્તિ નાં ચેહરા પર ખુશી કે ભાર રહિતતા દેખાય છે?
  4.  શું હું સ્વયં પ્રત્યે જાગૃત છું? એટલે કે સ્વસ્થ જીવનશૈલી, કસરત કરવી, ડ્રેસિંગ સેન્સ, સારું વાંચન વગેરે….
  5.  મારા મોબાઇલ પર કામ – ધંધા કે વ્યવસાય સિવાયના કેટલા ફોન કોલ આવે છે? મિત્રો, સગા સંબંધી, સ્નેહીજન.
  6.  શું મારા કાર્યક્ષેત્ર સિવાય ની સલાહ લેવા કોઈ મારી પાસે આવે છે?
  7.  શું મારો પરિવાર પત્ની કે પતિ, બાળકો, માતા – પિતા મારા થી ખરેખર ખુશ છે?
  8.  શું હું 24 કલાક માંથી 1 કલાક પણ પોતાની જાત સાથે એકલો ખુશ રહી શકું છું?

આ પ્રશ્નો નાં જવાબ મા જ આપણી સાચી સફળતા નો રાઝ છૂપાયેલો છે મિત્રો. એક વાર જરૂર થી વિચારજો.

Lifeline Wellness

Arvindsinh Rana

Councelling Psychologist

વાંચો – ખાસ પુરુષો માટે 

Call Now for Appointment