જો ભગવાનની કૃપા મેળવવી હોય તો આ ગુણ જરૂરી!

બાળક ને આપણે ભગવાન નું સ્વરૂપ કેમ કહીએ છીએ !

આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે બાળક ભગવાનનું રૂપ હોય છે. કારણ કે બાળક છળ-કપટ રહિત અને નિર્દોષ હોય છે. એક નિર્દોષ બાળક માટે સારું-ખરાબ, ઊંચ-નીચ, નાનુ-મોટુ, કાળુ-ગોરું, સસ્તું-મોંઘું એવા કોઈ ભેદ હોતા નથી. આવા ભેદ તો આપણે તેને જાણતા-અજાણતા શીખવાડતા હોઈએ છીએ. ખેર, બાળક ભગવાનનું રૂપ હોવું એટલે બાળકની જે અભિવ્યક્તિઓ છે, જે ચેષ્ટાઓ છે તે કુદરતી છે. 

ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે જ્યારે કોઈ બાળક સામે જોઈને પ્રેમથી હસીએ છીએ ત્યાંરે તે આપણને જોઈને ખડખડાટ હસે છે. પણ આવું કદાચ રડતી વખતે નથી બનતું, આપણે સોગિયા મોઢા સાથે બાળક સામે જોઈશું તો કદાચ તે મોં ફેરવી લેશે. આ ઉદાહરણ નો નિષ્કર્ષ એટલો જ છે કે જો બાળક હસતા ચહેરા સાથે જોડાઈ શકે છે, તો કુદરત (ભગવાન) પણ હસતા ચહેરા સાથે જ જોડાશે.(કારણકે બાળક ભગવાનનું રૂપ છે) સોગીયા અને ફરિયાદો વાળા ચહેરા ભગવાનને પણ પસંદ નથી, કદાચ એટલે જ કાયમ દુઃખી રહેતો વ્યક્તિ કહેતો હોય છે કે ભગવાન પણ અમારી સામે નથી જોતો. 

અહીં કહેવાનો મતલબ એ છે કે હાસ્યવૃત્તિ, હસમુખો સ્વભાવ, હસતો ચહેરો એ કુદરત સાથે જોડાવાનું એક માધ્યમ છે. જ્યારે દુઃખી અને રોદણાં રડતા વ્યક્તિઓ કુદરત (ભગવાન) થી દુર રહી જાય છે.

કેટલીક મહાન હસ્તીઓ ના જીવનમાં હાસ્ય નું મહત્વ:

હાસ્ય એ જીવનનું ટોનિક છે. એટલે જ તો ગાંધીજી કહેતા કે જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં ક્યારની આત્મહત્યા કરી લીધી હોત. સર્વાંતીસ નામના સ્પેનિશ લેખકે તેમના સખત જેલવાસ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ ડોન કિહોટે નામના હાસ્ય ગ્રંથની રચના કરી હતી. જો વ્યક્તિ ગમે તેવા દુઃખોમાં પણ પોતાનામાં હાસ્યવૃત્તિ ને ટકાવી રાખે તો કુદરત પણ તેના દુઃખ દૂર કરવામાં મદદ કરશે, તે સત્ય સનાતન સ્વીકારવું જ રહ્યું. અને આજકાલ તો કારણ વગર બનાવટી હાસ્યના લાફિંગ ક્લબ પણ અસ્તિત્વમાં આવી રહ્યા છે. કારણકે હસવાથી માનસિક સ્વાસ્થ્ય તો સુધરે જ છે અને સાથે સાથે શારીરિક ફાયદા પણ ઘણા થાય છે. 

શું આપણને બીમાર કરતા આ 7 રહસ્યમય કારણો વિશે તમે જાણો છો?

બીજું એક વિશ્વ પ્રસિદ્ધ ઉદાહરણ છે ચાર્લી ચેપ્લિન નું જેમના જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ જ ન હતું પરંતુ કદાચ તેમણે દુનિયાને સૌથી વધુ હસાવવાનું કામ કર્યું છે.

હાસ્ય વિશે શું કહે છે સાયકોલોજી !

એક જાણવા જેવી વાત કહું, જેવી રીતે પુરુષ ને સ્ત્રીની સુંદરતા આકર્ષે છે, તેવી જ રીતે સ્ત્રીને પુરુષની હાસ્યવૃત્તિ ખૂબ જ આકર્ષે છે. હસતો અને હસાવતો પુરુષ સ્ત્રીઓને ખૂબ જ આકર્ષક લાગે છે. એક સ્ત્રી એવા પુરુષ સાથે જીવન વિતાવવાનું પસંદ કરશે જે તેને હંમેશા હસતી રાખે. એટલે જ એક સામાન્ય દેખાવ વાળો કપિલ શર્મા ઘણી સ્ત્રીઓને આકર્ષક લાગે છે. આપણા મોદી સાહેબની લોકચાહના પાછળ પણ તેમના ઘણા ગુણો માનો એક ગુણ હસતો ચહેરો અને હાસ્યવૃત્તિ જ છે. એટલા માટે જ તો વિશ્વભરના લોકો તેમની સાથે જોડાય છે. 

જીવનમાં સમસ્યાઓ આવવાનું એક કારણ આ પણ! “Law Of Attraction”

હાસ્યમાં એક ચુંબકીય શક્તિ છે, જે દરેકને આકર્ષે છે. પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા લોકો તો હસવાનું જ ભૂલી ગયા છે સમાજ પર ઉપકાર કરતા હોય તેમ દિવેલીયા મોઢા પર જરાક અમથુ સ્મિત ફરકાવે છે. કદાચ લાંબા સમયથી ખડખડાટ હસી ન શકવાને કારણે તેમના ચહેરાના સ્નાયુઓ નબળા પડી ગયા હશે. સ્વાભાવિક છે, જે સ્નાયુઓને કસરત ન મળે તે નબળા પડી જ જાય.

આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ હાસ્ય એ ધ્યાનનો એક પ્રકાર છે. કારણકે હસવું અને વિચારવું સાથે ન થઈ શકે અને આ જ નિર્વિચાર અવસ્થાનું નામ “મેડીટેશન”. માટે કોઈ વાર પૂજાપાઠ ન કરી શકો તો, કોઈના ચહેરા પર હાસ્ય લાવી દેશો તો પણ ભગવાન સાથે જોડાઇ જશો. કાંઈ નહિ તો કોઈની સાથે ખડખડાટ હસી લેજો અંગ્રેજીમાં કહેવત છે ને “લાફ્ટર ઇસ બેસ્ટ મેડીસીન” (એન્ડ મેડીટેશન).

Call Now for Appointment