તમારું Time Management કેવું છે? જાણો આ 6 સવાલો દ્વારા

આ સવાલો ના જવાબ જાણવા માટે Time Management વિશેના ખ્યાલને સમજાવો જરૂરી છે. આગળ વાચો…
“એની પાસે તો સમય જ નથી, એ તો બહુ જ Busy હોય” પોતાના સંતાનો વિષય આવું કહેતાં માતા-પિતા તમે જોયા હશે. અથવા “એને તો કંઈ જ કરવાનું નથી, એ.સી ઓફિસમાં બેસીને ફક્ત સહીઓ જ કરવાની, એકદમ શાંતિ વાળું કામ છે.”  આવું કહીને ગર્વ લેનારા માતા-પિતા પણ જોયા હશે. ઘણીવાર પત્ની પોતાના પતિ વિશે કે પતિ પોતાની પત્ની વિશે પણ આવી વાતો કરતા હોય છે.

તો આમાંથી યોગ્ય શું છે?

આજકાલ વધુ વ્યસ્ત રહેવું ફેશન બની ગઇ છે, સતત કોઈને કોઈ કામમાં અટવાયેલા રહેવું એ પ્રતિષ્ઠામાં વધારો કરે છે. પરિવાર અને સમાજના લોકો Busy રહેતા વ્યક્તિ વિશે વાતો કરતા થાકતા નથી. જાણે સતત કામમાં અટવાયેલા રહેવું એ કોઈ મહાન ઉપલબ્ધિ હોય.

હવે વ્યસ્ત રહેનાર વ્યક્તિને મળતા મહત્વને કારણે બીજા સામાન્ય લોકો અપરાધભાવ અનુભવવા લાગે છે. જેના કારણે તે પણ તેમનાથી બનતા પ્રયત્નો કરે છે કે તે પણ આ પ્રકારનું કંઈક કરે. અરે, ઘણી વાર તો તેઓ પોતે  વ્યસ્ત છે, તેવું બતાવવા માટે ઘણા  તિકડમ પણ ઊભા કરે છે.

વધુ Busy રહેવું શું ખરેખર સારું છે?

time management

તો શું સતત વ્યસ્ત રહેવું એ ખરેખર કોઈ ઉપલબ્ધિ છે? સતત કાર્યરત રહેવું એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ સમતોલન જાળવવું કે એનાથી પણ વધુ અગત્યનું છે. મોટાભાગના વધુ વ્યસ્ત રહેતા લોકોનું ટાઇમ મેનેજમેન્ટ ખૂબ જ ખરાબ હોય છે. તેમનામાં નિર્ણય શક્તિનો અભાવ જોવા મળતો હોય છે. જેના કારણે તે વધુ ગૂંચવાયેલા રહેતા હોય છે. બાકી વિશ્વની મહાસત્તા સંભાળનાર બરાક ઓબામા પણ રોજ બાસ્કેટબોલ રમવાનો અને બાળકો સાથે વાતો કરવાનો સમય કાઢી લેતા હતા. અત્યારે હિન્દુસ્તાનના સૌથી વ્યસ્ત ગણાતા વ્યક્તિ એવા મોદી સાહેબ પણ દરરોજ યોગ, ધ્યાન, સંગીત જેવી બાબતો માટે સમય કાઢી શકે છે.

આપણી સમસ્યા શું છે?

પરંતુ આપણી સમસ્યા એ છે કે આપણને Busy રહેવાનો નશો ચડ્યો છે. આપણી  અણઆવડત (mismanagement) છુપાવવા માટે પણ ખૂબ બિઝી હોવાનું નાટક કરવાનું આપણને આવડી ગયું છે. અને બળતામાં ઘી હોમવાનું કામ કરે છે પરિવાર તેમજ સમાજ, જે વ્યસ્ત રહેનારને વધુ માન-સન્માન આપે છે. એટલે જ તો ઘણીવાર વ્યક્તિ ચોક્કસ પ્રકારની પોસ્ટ પર રહેવાનું કે સતત Busy રહેવાનું પસંદ કરે છે. તેને લાગે છે કે આવું નહીં કરીએ તો આપણું માન સન્માન ઘટી જશે.
time management
જે પત્ની (પતિ) કે માતા-પિતા જાહેરમાં તેમના પતિ (કે સંતાન) વિષય આવા બણગા ફૂંકતા હોય છે, ખરેખર તો તે અંદરખાને તેમનાથી અસંતુષ્ટ જ હોય છે. જ્યારે આપણો સમાજ સમતોલન જાળવતા વ્યક્તિઓનું સન્માન કરવાનું અને તેમનાથી પ્રેરણા લેવાનું શરૂ કરશે, ત્યારે સ્વસ્થ  (શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક, આર્થિક દ્રષ્ટિએ) સમાજ વ્યવસ્થાનો ઉદય થઈ શકે છે. આ મહામૂલા જીવન માં ફક્ત એક જ પાસા ને વળગી રહેવું, તે મૂર્ખામી કહી શકાય. કદાચ વધુ વ્યસ્ત રહેવાથી વધુ આર્થિક સમૃદ્ધિ આવશે. પરંતુ તે આર્થિક સમૃદ્ધિ નો આનંદ લેવા માટે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ ની જરૂર તો પડશે જ. અને આ સમૃદ્ધિ આવશે જીવનના દરેક પાસાને યોગ્ય સમય આપવાથી, સમયનું યોગ્ય આયોજન (Time Management) કરવાથી.

Time Management અને Busy Life વચ્ચે નો ભેદ સમજવા નીચેના સવાલો પોતાની જાત ને પૂછી જોવો.

 જેમકે,
૧) શું તમારો પરિવાર તમારા થી સંતુષ્ટ છે?
૨) શું તમે તમારી જાતથી અને હાલના જીવનથી ખુશ છો?
૩) શું રિલેક્સ રહેવું ગુનો છે?
૪) વર્તમાનમાં જે વસ્તુનો આનંદ નથી લઈ શકતા, તેનો ભવિષ્યમાં આનંદ લઈ શકીશું તેની કોઈ ગેરંટી છે?
૫) જો કામમાંથી ફુરસદ કાઢશો તો શું કરશો?
૬) તમારા જીવનમાં સૌથી અગત્યનું શું છે? અને શું તમે તેને માણી રહ્યા છો?
વ્યસ્ત રહીને પણ જો સંતુષ્ટ ન રહી શકાતું હોય તો વિચારવું પડે..
જરૂરથી વિચારજો.
Arvindsinh Rana
Counselling Psychologist
વાચો આ રસપ્રદ આર્ટીકલ:
Call Now for Appointment