આળસ – અશક્તિ – અનિંદ્રા નું કારણ શું! જાણો છો? | સ્વસ્થ જીવનશૈલી | અરવિંદસિંહ રાણા – સાયકોલોજીસ્ટ

Table of Contents

આપણે અગાઉ વાત કરી તેમ સ્વસ્થ “જીવનશૈલી” એ ખૂબ જ વિસ્તૃત વિષય છે, જે દરેક વ્યક્તિ અને પ્રદેશ મુજબ જુદી જુદી હોઈ શકે છે. આપણે એ પણ સમજ્યા કે આપણી જીવનશૈલી નું ઘડતર આપણા શરીરની પ્રકૃતિ અને બહારની પ્રકૃતિ (કુદરત) સાથે અનુકૂલન સાધવામાં મદદ કરે છે.

જ્યારે જ્યારે આપણે પોતાની પ્રકૃતિ કે કુદરતી વિરુદ્ધની જીવનશૈલી અપનાવીએ છીએ, ત્યારે આપણે તેનું નુકસાન ભોગવવું પડ્યું છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.

સ્વસ્થ જીવનશૈલી

જો આપણે હાલની (ભારતીય) જીવનશૈલી વિશે વાત કરીએ તો તે ઝડપથી પશ્ચિમના પ્રભાવ હેઠળ આવી રહી છે. જેમાં ખાન પાન થી લઈને પહેરવેશ, રહેણી કહેણી, ભાષા અને માનસિકતા પણ પશ્ચિમ તરફ જઈ રહી છે. અહીં કહેવાનો તાત્પર્ય એ નથી કે પશ્ચિમની દરેક વસ્તુ ખરાબ છે. ચોક્કસથી આપણે પશ્ચિમ પાસેથી ઘણું શીખી શકીએ છીએ, જેમકે ડિસિપ્લિન ચોખ્ખાઈ, ટેકનોલોજી નો ઉપયોગ વગેરે.

પરંતુ દુઃખની વાત એ છે કે જે જીવનશૈલી વિશ્વ કક્ષાએ નિષ્ફળ જઈ રહી છે…

– જે જીવન શૈલીને કારણે વિવિધ માનસિક તેમજ શારીરિક રોગો વધી રહ્યા છે.

– જેમ કે કેન્સર અને ડિપ્રેશન જેવા ભયંકર રોગોમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જેવા દેશો મોખરે છે.

– જે જીવનશૈલી માં કુટુંબ પરિવાર માટે કોઈ ખાસ ભાવનાઓ નથી.

– જે જીવન શૈલી પશ્ચિમના લોકો માટે મજબૂરી હતી તે આપણે પોતાની જાતને મોડર્ન બતાવવા માટે અપનાવી રહ્યા છીએ.

– આપણી કુદરતી જીવનશૈલી છોડીને પશ્ચિમની જીવનશૈલી અપનાવવાથી આપણે પણ તેના દુષ પરિણામો શારીરિક, માનસિક, પારિવારિક, સામાજિક અને આર્થિક ધોરણે ભોગવી રહ્યા છીએ તેમ છતાં, આપણે અટકવા તૈયાર નથી.

જે પશ્ચિમ આજે ભારતીય ખાન પાન (વેજીટેરિયન), આધ્યાત્મિકતા, કૌટુંબિક ભાવનાઓ, આયુર્વેદ અને યોગ જેવી બાબતોને ઉત્સાહપૂર્વક અપનાવી રહ્યું છે ત્યારે, આપણે પોતે તેનો અનાદર કરી રહ્યા છીએ.

પશ્ચિમ કેમ પૂર્વ તરફ આકર્ષિત થઇ રહ્યું છે!

આજે પશ્ચિમનો અને તેમાં પણ ખાસ કરીને યુરોપ અને અમેરિકા નો એક મોટો વર્ગ વૈદિક જીવનશૈલી અપનાવી રહ્યો છે, સાથે પોતાની જાતને ધન્ય માની રહ્યો છે. આપણને જે લાઈફ સ્ટાઈલ જીવવાના અભરખા છે તેની ચરમસીમા એ પહોંચીને પશ્ચિમ પાછું ભારતીય જીવન શૈલી તરફ આગળ વધી રહ્યું છે. જો તેમની પશ્ચિમી જીવનશૈલીમાં સ્વાસ્થ્ય, સંતોષ અને આનંદ હોત તો તેઓ શું કામ તેને છોડી રહ્યા છે? તેના પર વિચાર કરવો જરૂરી છે.

– શું આપણે આપણી સાચી ઉંમર કરતાં વધુ ઉંમરના નથી દેખાતા!

– શું આપણે જરૂર કરતા વધુ વજન નથી ધરાવતા!

– શું શારીરિક અને માનસિક નાની મોટી સમસ્યાઓએ આપણા જીવનનો ભાગ નથી બની ગઈ!

– આળસ, અશક્તિ, અનિંદ્રા (ઊંઘ ને લગતી સમસ્યાઓ) મોટાભાગે દરેકના જીવનમાં રોજિંદી બાબત બની ગઈ છે.

– હાલના સમયમાં શું ચિંતા, ટેન્શન, ગુસ્સો વગેરેથી બચી શકાય છે?

ઉપરોક્ત દરેક બાબત આપણી જીવનશૈલીમાં રહેલી ખામીઓ તરફ ઈશારો કરી રહી છે આજે ભારતના લગભગ 20% થી પણ વધુ લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ને કારણે બાળક પેદા કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે.

દક્ષિણ કોરિયા, જાપાન અને ચાઇના જેવા પૂર્વના દેશો આજે પશ્ચિમની જીવનશૈલીનું અનુકરણ કરીને માઠા પરિણામો ભોગવી રહ્યા છે. યુવાનો નો લગ્ન વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી રહ્યો છે, પરિવાર વ્યવસ્થા લુપ્ત થઈ રહી છે. બાળક પેદા કરવું એ જીવનનો ઉત્સવ નહીં પણ બોજ બનવા લાગ્યું છે.

આપણે ત્યાં પણ હાલના સમયમાં – વધુ પૈસા હોવા કે વધુ પૈસાદાર દેખાવ કરવો 

– પોઝ વિસ્તારમાં બંગલો હોવો લક્ઝુરીયસ કાર હોવી 

– સમયાંતરે સારા લોકેશન પર ફરવા જવું 

– નાના મોટા પ્રસંગોને ભભકાદાર રીતે ઉજવવા અને સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવા

– હોટલ, કેફે, ક્લબ, રેસ્ટોરન્ટ માં પોતાની હાજરી નું પ્રદર્શન કરવું. – – મોંઘા મોબાઈલ, મોંઘા કપડાં પહેરવા વગેરે 

જેવી બાબતોનો સામાજિક મહત્વ વધતું જાય છે. આપણને લાગે છે કે આ બધું હોવાનો મતલબ છે, 

આપણે ખુશ છીએ 

સફળ છીએ 

મોર્ડન છીએ કે 

બીજા કરતા ચડિયાતા છીએ.

ભારત માં ફેલાઈ રહેલી બીમારીઓ નું પ્રમાણ કેટલું છે!

આજે મોટાભાગના લોકો ને પૈસા એટલા માટે કમાવા છે, જેનાથી તે આ બધી વસ્તુઓ કરી શકે અને સાથે સાથે તેનું પ્રદર્શન પણ કરી શકે. એક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે કે “જે લોકોએ આ બધી વસ્તુઓ કરી લીધી છે તેમણે ચરમ સીમાએ પહોંચીને જોયું છે કે ખરેખર આ બધી વસ્તુઓમાં કોઈ ફાયદો તો નથી જ પણ લાંબે ગાળે નુકસાન ઘણું છે.

આપણે પણ આ જ પ્રકારની જીવનશૈલી કોપી કરી રહ્યા છીએ જે પરિણામ પશ્ચિમને મળ્યું છે તે જ આપણને મળવાનું છે તે નક્કી.

– આજે ભારતમાં 10 કરોડ લોકો ડાયાબિટીસ થી ગ્રસ્ત છે, અને બીજા 15 કરોડ લોકો ને ડાયાબિટીસ થવાની તૈયારી છે.

– એક લાખ લોકોમાંથી 100 વ્યક્તિઓને કેન્સર છે.

– લગભગ 50 લાખ લોકો દર વર્ષે હૃદય રોગ ને કારણે મૃત્યુ પામે છે.

જે રસ્તા પર બોર્ડ લગાવેલું છે કે “આગળ રસ્તો ખરાબ છે” આ બોર્ડને અવગણીને આપણે તે રસ્તા પર આગળ વધવાનું પસંદ કરી રહ્યા છીએ.

આપણે ખરેખર ખૂબ જ બુદ્ધિશાળી છીએ! કેમ?

આગળ આપણે વાત કરીશું સ્વસ્થ જીવનશૈલી ના પહેલા પગથીયા વિશે એટલે કે ‘આપણો ખોરાક’. 

હાલનું વિજ્ઞાન શું કહી રહ્યું છે! કેવા પ્રકારનો ખોરાક આપણા સ્વાસ્થ્યને બગાડી રહ્યો છે!

કેન્સર, ડાયાબિટીસ, હ્રદય રોગ વગેરે જેવી બીમારીઓ પાછળ કેવા પ્રકારનો ખોરાક અને કેવા પ્રકારની જીવનશૈલી જવાબદાર છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું.

તાજેતરની પોસ્ટ્સ

also visit Lifeline Wellness for English Blogs

Call Now for Appointment