શું ખોટો વ્યક્તિ સુખી હોઈ શકે! – “Law Of Karma”
ઘણા સમય પહેલા ટીવી પર એક શો આવતો હતો “સચ કા સામના” જેમાં ભાગ લેનાર વ્યક્તિને તેની પર્સનલ લાઇફ વિશે સનસનીખેજ સવાલો પૂછવામાં આવતા હતા જેના જવાબ તે સાચા આપે છે કે ખોટા તેની ખરાઈ કરવા માટે “પોલીગ્રાફ” મશીનનો ઉપયોગ કરવામાં આવતો. જો વ્યક્તિ તેની અંગત જિંદગી વિશે ખોટું બોલે તો પોલીગ્રાફ મશીનમાં લાલ લાઈટ થતી.
તો હવે આ પોલિગ્રાફ મશીન કેવી રીતે જુઠ્ઠાણું પકડી પાડે છે? વ્યક્તિને આ મશીન સાથે જોડી દેવાથી તેના હૃદયના ધબકારા(pulse) તેનું બ્લડપ્રેશર અને શ્વાસોશ્વાસની ગતિ વગેરે જેવી શારીરિક ક્રિયાઓ નું મોનીટરીંગ કરવામાં આવે છે અને એક્સપર્ટ વ્યક્તિ દ્વારા તમામ શારીરિક ક્રિયાઓ નું એનાલિસિસ કરી ને ભાગ લેનાર કન્ટેસ્ટન્ટ દ્વારા જવાબ સાચો અપાયો છે કે ખોટો તે જાણી શકાય છે.
જ્યારે પણ આપણે ખોટું બોલીએ છીએ કે કંઈક ગેરરીતિ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં અમુક ચોક્કસ ફેરફારો થાય છે, જેમ કે હૃદયના ધબકારા ઘટવા- વધવા, બ્લડ પ્રેશરમાં વધારો- ઘટાડો થવો, અનિયમિત શ્વાસોશ્વાસ અને તેની સાથે લોહીમાં અમુક પ્રમાણમાં ઝેરી દ્રવ્યો (toxins) પેદા થાય છે. જેનું કારણ છે શરીરમાં થયેલા અસામાન્ય ફેરફારો.
હવે, વ્યક્તિ જીવનમાં જેટલી વાર જૂઠું બોલશે કે નીતિમત્તા ચૂકશે એટલી વાર તેના શરીરના હૃદય, ફેફસાં, મગજ, કિડની, પેટ અને લોહી જેવા અંગો પર તેની આડઅસર છોડશે. જે શરીરમાં નાની-મોટી સમસ્યાઓ પેદા કરતું રહેશે કદાચ અત્યારે નહીં તો લાંબા ગાળે તેની અસરો શરીરમાં જોવા મળશે.
ભાવનાત્મક સ્તરે આવતા નાનામાં નાના ફેરફારની હકારાત્મક અથવા નકારાત્મક અસરો આપણા શરીર પર ચોક્કસ પડે છે. બસ, આ જ છે કર્મ નો સિદ્ધાંત (Law of Karma). આપણા કર્મોનો હિસાબ લઈને તેનું સારું કે નરસું ફળ આપવા કોઈ બેઠું હોય કે ન બેઠો હોય પરંતુ આપણું શરીર અને મન તો તત્ક્ષણ આપણા કર્મોનું ફળ ભોગવે છે. હવે, આપણું પોતાનું અને આજુબાજુના લોકો નું મૂલ્યાંકન આપણે જ કરીશું, જેમાં આપણા પોતાનામાં, બીજા લોકોમાં, સમાજમાં અને વિશ્વમાં થનારી સમસ્યાઓનું મૂળ ક્યાં છે તે સમજાશે.
એક નાનામાં નાના જૂઠાણાં થી માંડીને ગુસ્સો, કમ્પેરીઝન, અદેખાઈ, ઉદ્વેગ, ચિંતા, અધીરીયાપણું, નકારાત્મકતા, નિંદા, કડવી ભાષા, મહેણાં-ટોણા, દંભ કે બનાવટ જેવી નબળાઈઓ તુરંત જ આપણા શરીરમાં ઝેરી દ્રવ્યો (toxins) પેદા કરે છે, અને કોઈને કોઈ અંગને લાંબેગાળે નુકસાન પહોંચાડે જ છે. આ બધી વસ્તુઓ આપણને આપણા રોજિંદા જીવન માં ખૂબ નાની લાગતી હોય છે પરંતુ તે ક્યારે નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બની જાય છે તેનો ખ્યાલ રહેતો નથી.
અહીં કોઈ હનુમાનજી ગદા લઈને કે વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર લઈને આપણને દંડ આપવા આવે કે ના આવે પરંતુ આપણો પોતાનો માહ્યલો કે આપણું શરીર આપણને તુરંત જ દંડ આપી દે છે, પણ કમનસીબે તેને આપણે તરત જોઈ કે અનુભવી શકતા નથી.
હવે આ અત્યાર સુધી ભેગા થયેલા ટોક્સિન્સ અને આડઅસરોને ઓછા કરવા માટે એટલે કે પ્રાયશ્ચિત કરવા માટે ગંગા સ્નાન ન થાય તો વાંધો નહીં પરંતુ જીવનમાં સાચી પ્રશંસા, હાસ્યવૃત્તિ, સહકારની ભાવના, સેવા, બીજાને અનુકૂળ થવું, દરેકમાં સદગુણ શોધવા અને પોતાના મંદિર રૂપી શરીરની માવજત (care) જરૂરથી અજમાવી જોજો.
*પાણી પલાળે અને આગ દઝાડે તેવી જ રીતે આપણી દરેક વૃત્તિ કે કાર્યો આપણને પલાળે કે દઝાડે જ છે*
તાજેતરની પોસ્ટ્સ
- બેવફાઈ ની સાયકોલોજી | ઈતિહાસ – કારણો અને ઉકેલ | By Arvindsinh Rana
- જો તમે સરળતા થી રડી ન શકતા હોય તો, ચેતી જજો!
- “સ્ત્રી-પુરુષ ના સંબંધો” ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!
- આપણે સંતાનોને શું આપવું જોઈએ!
- આળસ – અશક્તિ – અનિંદ્રા નું કારણ શું! જાણો છો? | સ્વસ્થ જીવનશૈલી | અરવિંદસિંહ રાણા – સાયકોલોજીસ્ટ
- “ભારતીય જીવનશૈલી” – જરૂરિયાત કે જૂની પુરાણી વાતો? | By Arvindsinh Rana
- આ 3 વસ્તુ લાવશે તમારા બાળક માં ચમત્કારિક બદલાવ | Parenting Tips by Arvindsinh Rana
- આપણે બીમાર કેમ પડીએ છીએ! | By Arvindsinh Rana | Health – 2
- ગણપતિ દાદાની સાઇકોલોજી | By Arvindsinh Rana
- “આ એક વસ્તુ તમારા દરેક સપના પૂરા કરી શકે છે” By Arvindsinh Rana
Absolutely right Ranaji