બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? આ પ્રશ્ન લગભગ દરેક Parents ને મૂંઝવતો હોય છે. એક child counselor હોવાના કારણે માતા પિતા અને બાળકો વચ્ચે ઘર્ષણો ના કેસીસ ઘણા જોવા મળે છે. આ સમસ્યા ના ઉકેલ સ્વરૂપે આ article લખવાનો પ્રયત્ન કર્યો છે.
આશા છે આપ સૌને ઉપયોગી થશે.
એવું કહેવાય છે કે આવનારો યુગ “artificial intelligence” નો હશે. જેની પાછળ નુ એક મનોવિજ્ઞાનીક કારણ એ કહી શકાય કે માણસ પોતે જે ધારે કે ઈચ્છે એ કામ ટેકોલોજીની મદદ થી કરવી શકે, એજ કામ કદાચ બીજા માણસ પાસે એટલી સરળતાથી ન કરવી શકાય.
ટૂંકમાં દરેક માણસ ને પોતાનું ધાર્યું થાય એમાં જ રસ છે, પરંતુ દરેક માણસ જીવન માં પોતાના ધાર્યા પ્રમાણે વર્તી નથી શકતો પોતાના દરેક સપનાઓ પૂરા નથી કરી શકતો, ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જાય છે જે અંદર ને અંદર ઘૂટાયા કરે છે, અને આગળ વાત કરી તેમ માનવી પોતાનું ધાર્યું કરાવવા કે અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા કોઈ ને કોઈ માધ્યમ ની શોધ કરતો રહે છે, અને સૌથી સરળ માધ્યમ છે પોતાનું જ “બાળક” હા, આ વાત આજકાલ ખુબજ સાર્થક થતી જાય છે.
પોતાના અધૂરા સપના અને ઈચ્છાઓ નું પોટલું પોતાના બાળક ના ખભે મૂકી દેવામાં આવે છે, દરેક ને પોતાના બાળક ના વિકાસ માં રસ હોય જ છે તે સારી બાબત છે પરંતુ તેના માટે ની ગાંડી ઘેલછા તે વિકૃતિ જ કેહવાય.
જે પતિ – પત્ની બંને ના ભેગા કરીએ તો પણ 90 ટકા માર્કસ ન આવ્યા હોય તેમને પણ તેમના સંતાન ના 90 ટકા માર્કસ આવે તેવી અપેક્ષઓ હોય છે, તેની સાથે સાથે ઈત્તર પ્રવુતિઓ માં, રમત ગમત ક્ષેત્રે પણ અવ્વલ હોવું જ જોઈએ, પોતે ભલે કૉલેજ કાળ દરમ્યાન નાટકો માં ખૂણા માં ભાલું પકડી ને ઉભા રેહવાનોય આત્મવિશ્વાસ કેળવી નાં શક્યા હોય પરંતુ બાળક ને રસ રુચિ હોય કે ન હોય, પણ જબરજસ્તી શાળા ની ઈત્તર પ્રવુતિઓ માં ભાગ લેવડવાનો જ, આં હઠાગ્રહ પણ એક પ્રકાર નુ બાળક નુ શોષણ જ કેહવાય.
મનોવિજ્ઞાનીઓ નાં મત પ્રમાણે *ગુલામો કરતા પણ વધુ માનસિક શોષણ બાળકોનું થતું હોય છે.* આપણને તો Boss જો એક દિવસ પણ વધારાનું કામ આપી દે કે પછી ઘરકામ માં વધારાનું કામ કરવું પડે,અને એમાં પણ જો એ કામ અણગમતું હોય તો તો કાગારોળ કરી મૂકીએ છીએ, ફક્ત માનવાધિકાર માં જ જવાનું બાકી હોય છે.
પરંતુ બાળક આપણા જેટલું વાચાળ નથી હોતું, તે આપણા પર નિર્ભર હોય છે, તે આપણા જેમ પોતાની ફરિયાદો નુ કાવ્યાત્મક વર્ણન કરી શકતું નથી, અને બસ આપણે તેનો જ લાભ લઈએ છીએ, બાળક ને તેના ભવિષ્ય વિશે ની બીક બતાવીને તેની પાસે ઢસરડા કરાવીએ છીએ, ખરેખર તો આપણે બાળક નો “ઉછેર” નહિ પણ બાળક માં “રોકાણ” (investment) કરતા હોઈએ છીએ જેમાં પ્રેમ કરતા વધુ વળતર ની ગંધ આવે છે.
હાલના સમય માં બાળ ઉછેર એ એક પડકાર દેખાવા લાગ્યો છે, જેના કારણે આપણી આજુબાજુ Parenting ના work shops, વ્યાખ્યાનો અને માર્ગદર્શકો નો રાફડો ફાટયો છે, જે ઘણી વાર માતા પિતા માટે પણ ગૂંચવાડા ઉભા કરે છે. જે કદાચ આપણા દાદા દાદી નાં સમય મા આટલું ગૂંચવાડા ભર્યું નહતું, એટલું જ સરળ હતું જેટલું સરળ એક છોડ ને ઉછેરવાનું હોય છે, જેમાં સપ્રમાણ પાણી ન વધુ ન ઓછું, સપ્રમાણ સૂર્ય પ્રકાશ ન વધુ ન ઓછો, સપ્રમાણ ખાતર, દરેક વસ્તુ સપ્રમાણ અને ખાસ તો મુક્ત અને તંદુરસ્ત વાતાવરણ જે બાળ ઉછેર માટે પણ એટલું જ જરૂરી છે.
મુક્ત વાતાવરણ નો ઉદ્દેશ્ય બાળક ને સ્વછંદી બનાવવાનો નહિ પરંતુ સહજ બનાવવાનો છે, જેના પર કોઈ પણ પ્રકાર નો બોઝ ન હોય, ન બાહ્ય કે જે સામાજિક, કૌટુંબિક અને ન આંતરિક કે જે બાળક ની મનોસ્થિતિ દ્વારા પેદા થતો હોય છે.
સૃષ્ટિ નાં ક્રમ અને સ્વભાવ પ્રમાણે દરેક નો વિકાસ થતો હોય છે. શું જગત નાં મહાન વ્યક્તિઓ નુ ઘડતર બળજબરી પુર્વક કરવામાં આવ્યું હશે? નાં તેમને ફક્ત યોગ્ય માર્ગદર્શન દ્વારા તેમના માં રહેલી શક્તિ ને ઉજાગર કરવામાં આવી, પરંતુ આપણે આપણા બાળક માં રહેલી ખાસિયત શોધવા ની જહમત ઉઠાવી નથી ફક્ત બીજા લોકો નાં બાળકો જે ક્ષેત્ર માં નિષ્ણાત હોય તેના કરતા આપણા બાળક ને ચડિયાતા બનાવવાની હરીફાઈ લાગી છે.
જો સચિન તેંડુલકર પણ બીજા બાળકો ની જેમ ફક્ત ભણવા માં જ ધ્યાન કેન્દ્રિત કરે રાખ્યું હોત (જેમાં તે નિષ્ણાત ન હતો) તો આજે તેનો ૧૦ ધોરણ નાં પાઠ્ય પુસ્તક માં પાઠ ન આવતો હોત અને આજે તે ક્રિકેટ નો ભગવાન કેહવાય છે આપણે સૌ તેનું ગૌરવ લઈએ છીએ.
શિક્ષણ એ જીવન નો એક પાયો છે પરંતુ એમાં પણ જો ઘેટાં ચાલ આવી જાય તો જે હાલ I.T.I , Pharmacy, અને Engineering જેવા ક્ષેત્ર નાં ફુગાવો ને કારણે થયા અને હવે મેડિકલ ક્ષેત્રે પણ થવા જઈ રહ્યા છે. બાળક માં ભલે તે ક્ષેત્ર પ્રત્યે રસ રુચિ હોય કે ન હોય પણ જે Latest trend ચાલી રહ્યો હોય, તેને બસ આંખો મીંચી ને અનુસરવા નો..
મારા પોતાના કેરિયર કાઉન્સિલિંગ નાં અનુભવ ને આધારે કહું છુ કે, ઘણા કિશોરો અને યુવાનો મને ખાનગી માં કહે છે કે મારે તો આ ક્ષેત્ર માં આવવું જ ન હતું પરંતુ માતા પિતા ની ઇચ્છા કે આગ્રહ ને કારણે કરી રહ્યો છું, અલબત્ત તે બાળકો મા બીજા ક્ષેત્ર મા ઘણી સારી સમજણ હોય છે. પરંતુ માતા પિતા કોઈ પણ પ્રકાર નુ જોખમ લેવા માગતા નથી અને ક્યાંથી લે? તેઓ પોતે પણ એક બીબા ઢાળ જીવન જીવતા હોય છે એમણે પોતે પણ જીવન માં જોખમો લેવાની હિંમત દાખવી નથી હોતી અને બાળક ને પણ તેવા જ બીબા માં ઢાળવા માગતા હોય છે
હવે આ ચર્ચા ને અંતે કરવું શુ?
- બાળક ને પ્રોત્સાહન અને માર્ગદર્શન ની જ જરૂર છે, સલાહો ની કે હુકમો ની નહિ.
- બાળકો ને નિર્ણય લેવા માટે સક્ષમ બનાવો. જેની શરૂઆત નાના પાયે થી કરી શકાય, જેમ કે નાની નાની બાબતો માટે બાળક ને પ્રશ્ન પૂછી તેમના મંતવ્યો જાણો, એ બાળક ભવિષ્ય મા જીવન નાં મોટા પ્રશ્નો નાં ઉકેલ જાતે જ શોધી લેશે.
- બાળક નુ ભણતર, કારકિર્દી, લગ્ન જેવા વિષયો ની ચર્ચા જરૂર કરો, લાગે તો નિષ્ણાત ની સલાહ પણ લો પણ આખરી નિર્ણય તો સંતાન નો જ માન્ય રાખો.
- દરેક મહાન વ્યક્તિ નાં જીવન પાછળ જોખમ અને સંઘર્ષ જોડાયેલા જ હોય છે. એ હંમેશા યાદ રાખો.
- આપણે આપણા સંતાન ને ખુબ “પ્રેમ” કરતા હોઇએ છીએ અને પ્રેમ નો અર્થ છે “મુક્તિ”.
Arvindsinh Rana
Councelling Psychologist
1 Response
[…] […]