આ ખાસ ગુણ તમને આપી શકે છે, જીવનમાં શાંતિ અને સુખ | How to live Peacefully and Happily

બ્યુટી વિથ બ્રેઇન એશ્વર્યા રાય અને ટેલેન્ટેડ અભિષેક બચ્ચનને ઓપરા વિનફ્રે શો માં જ્યારે એક સવાલ પૂછવામાં આવ્યો કે તમે બંને આટલી ઉંમરે લગ્ન કર્યા પછી પણ માતા-પિતા (અમિતજી અને જયાજી) સાથે રહો છો, આ કેવી રીતે શક્ય બન્યું છે? ત્યારે હાજર જવાબી અભિષેકે સવાલના જવાબમાં સવાલ પૂછ્યો કે તમે માતા પિતા થી અલગ રહો છો તો આ કેવી રીતે શક્ય બની રહ્યું છે?

ashwarya rai with oprah

મને લાગે છે આ કોઈ વ્યક્તિગત સવાલનો જવાબ ન હતો. આ પૂર્વ નો પશ્ચિમને સણસણતો જવાબ હતો. પરંતુ એક સાઇકોલોજિસ્ટ તરીકે ના અનુભવ ને આધારે કહું તો અત્યારે આપણને (પૂર્વને) પણ પશ્ચિમની નજર લાગી ગઈ હોય એવું લાગે છે.વધતી જતી પારિવારિક સમસ્યાઓ તેની નિશાની છે. સંતાનો અને માતા પિતા વચ્ચેના ઘર્ષણ, સાસુ વહુ વચ્ચેના તણાવ, ભાઈ ભાઈ વચ્ચે તકરાર, પતિ પત્ની વચ્ચેની અન-બન. આમ મોટા ભાગના દરેક પારિવારિક સંબંધો ખોખલા થતા જાય છે.

એવું પણ નથી કે પહેલાંના સમયમાં આ સમસ્યાઓ ન હતી. હતી તો ખરી જ પણ તેને હેન્ડલ કરવાનો એક ગુણ ‘એડજસ્ટમેન્ટ’ તે કેળવાયેલો હતો, જેના ઘણા બધા કારણો છે.

હવે આ એડજેસ્ટમેન્ટ શબ્દ સાંભળતા જ આપણા ઈગોને ઠેસ પહોંચે છે. તરત ઉદગાર નીકળે છે કે કેમ વળી એડજસ્ટમેન્ટ! મારે જ શું કામ! સામેવાળાએ કેમ નહીં? હું કંઈ નિર્બળ નથી.. વગેરે. કારણ કે આપણે સમજીએ છીએ કે એડજસ્ટમેન્ટ એટલે “સમાધાન” નમતું જોખવું, જતું કરવું પરંતુ તેનો ખરો અર્થ થાય છે “સમાયોજન”.

જ્યારે અમે સાયકોલોજી ભણતા હતા ત્યારે, પ્રોફેસર ડૉ સંદીપ પટેલ સાહેબ તરફથી પહેલીવાર આ શબ્દ સાંભળવા મળ્યો હતો. ત્યારે પણ એવું જ લાગ્યું હતું કે કેમ સમાધાન! પરંતુ તેનો ખરો અર્થ સમાયોજન ને વિસ્તાર પૂર્વક સમજવાથી મળ્યો હતો.

હવે પાછા મુદ્દા પર આવીએ. વધતી જતી સંબંધોની સમસ્યાના મૂળમાં પણ આ સમાયોજન નો અભાવ જ જોવા મળી રહ્યો છે. આપણને ફક્ત બે જ વિકલ્પો નો ખ્યાલ છે. કાં તો પોતાના માટે લડો અને કાં તો સમાધાન કરી લો. જોકે લડનાર કે સમાધાન કરનાર બંને લાંબેગાળે તો દુઃખી જ થતા હોય છે.

તો હવે કરવું શું?

ચાલો, આ સુંદર શબ્દ સમાયોજન ને થોડા ઉદાહરણો દ્વારા સમજીએ.આપણી આસપાસ નજર કરતાં ખ્યાલ આવશે કે કુદરતની દરેક વસ્તુ સમાયોજન સાધીને જ પોતાનો વિકાસ અને અસ્તિત્વ ને ટકાવી રાખે છે. જેમ કે, વનસ્પતિ, વૃક્ષો, જીવજંતુ, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે.

1- બાળકોનું સમાયોજન

child adjustment

માતાના ગર્ભમાં રહેલું બાળક પોતાની જાતને ખૂબ સુરક્ષિત અનુભવે છે. ચારેય તરફ શાંતિ, સુરક્ષા અને નિરાંત. પરંતુ જેવું તે ગર્ભની બહાર આવે છે ત્યાં તે એકલું નિરાધાર મહેસુસ કરે છે. અહીંથી જ શરૂઆત થાય છે સંઘર્ષની, સ્વતંત્ર રીતે શ્વાસ લેવો સ્વતંત્ર રીતે ખોરાક (પોષણ) મેળવવો.

ત્યારબાદ ફરી જ્યારે બાળક થોડું મોટું થઈને ઘરનું સુરક્ષિત વાતાવરણ છોડે છે, જ્યાં માતા-પિતા અને બીજા સભ્યોની હુંફ હોય, બધી જરૂરિયાતો પૂરી થતી હોય, બધું જાણીતું લાગતું હોય ત્યારે પહેલી વાર સ્કૂલે જવાનું થાય છે. શરૂઆતના સમયમાં મોટાભાગના બાળકો રડે છે (અમુક માતા પિતા પણ સાથે રડતા હોય છે). કારણ કે એક જાણીતા વાતાવરણમાંથી અજાણ્યા વાતાવરણમાં જવાનું છે. જગ્યા નવી, લોકો નવા, વ્યવહાર નવો.

હવે તેને ધીમે ધીમે આ નવા વાતાવરણમાં ઢળવું પડશે. ભલે ગમે કે ન ગમે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડવો પડશે, નહીં તો તેનો વિકાસ અટકી જશે. ફક્ત શૈક્ષણિક વિકાસ નહીં વ્યક્તિગત વિકાસ પણ, જેની અસરો તેના ભવિષ્ય પર પડશે.

એ વાત અલગ છે કે હવે તો શાળામાં પણ જાજો સંઘર્ષ નથી. કોઈ કડક શબ્દો નથી, કોઈ કડક શિક્ષા નથી. ત્યાં પણ વધુ પડતી સગવડો આવી ગઈ છે. માતા-પિતા પણ પોતાના બાળકના તમામ સંઘર્ષો ને ઘટાડવા માંગે છે અને ત્યાંથી શરૂઆત થાય છે તેના વ્યક્તિત્વના ઘડતરની. જો બાળકને ઘરના કમ્ફેર્ટ ઝોન બહાર પણ દરેક ક્ષેત્રે કમ્ફર્ટ ઝોન બનાવી આપવામાં આવે તો તે તેના જીવનમાં ભવિષ્યમાં આવનારી અડચણો, મુશ્કેલી, નિષ્ફળતા, રિજેક્શન્સ ને હેન્ડલ કરવાની ક્ષમતા કેળવી શકશે નહીં. કદાચ અત્યારના બાળકોમાં વધી રહેલી માનસિક સમસ્યાઓનું કારણ પણ આ જ લાગે છે.

આપણા બાળકને કોઈ કશું કહેવું ન જોઈએ.

આપણા બાળકને તકલીફ ન પડવી જોઈએ.

આપણું બાળક રડવું ન જોઈએ.

આપણા બાળકને તાપ,ટાઢ કે વરસાદ ન લાગવો જોઈએ.

તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરને સ્વસ્થ રાખતી રોગ પ્રિતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પણ સંઘર્ષમાં જ વિકસિત થાય છે. વધુ પડતા આરામદાયક વાતાવરણમાં તે પણ નબળી પડી જાય છે. (જે આપણે કોરોના દરમિયાન જોયું કે સુખી સંપન્ન વર્ગને જેટલી કોરોના ની અસર થઈ તેટલી અસર અગવડ અને અભાવમાં જીવતા લોકોને થઈ નથી)

વિપરીત પરિસ્થિતિમાં બાળક જ્યારે પોતાની જાતને સાચવતા શીખશે, અગવડમાં એડજસ્ટ કરતા શીખશે, ટૂંકમાં પોતાની લડાઈ પોતે લડશે ત્યારે જ તે ખરા અર્થમાં જીવનમાં ખુશ રહી શકશે.

દરેક માતા-પિતા પોતાના બાળકને ખુશ જોવા માગે છે. પરંતુ તે ખુશી તેની મુશ્કેલીઓને દૂર કરીને નહીં પરંતુ તેને મુશ્કેલી સાથે કેવી રીતે ડીલ કરવું તે શીખવીને મળશે.

આવતા અંકમાં આપણે વાત કરીશું લગ્ન કરીને સાસરે રહેતી દીકરીનું સમાયોજન.

Lifeline Wellness

Arvindsinh Rana

તાજેતરની પોસ્ટ્

આ છે હેપ્પી મેરેજ લાઈફ ની 5 નિશાનીઓ | Happy Marriage Life by Arvindsinh Rana

આ 4 વસ્તુ થી તમે પણ કરી શકો છો તમારા મન પર કાબુ | ભગવદ્ ગીતા ની સાયકોલોજી

કોઈ પણ ક્ષેત્રે મળશે સફળતા, જો ભગવદ્ ગીતા ની આ વાત સમજી લીધી | By Arvindsinh Rana

શું તમે જીવનમાં વધુ પૈસા ને આકર્ષવા માંગો છો?

સારી ટેવ પાડવા શું કરવું !

સસ્ટેનેબલ હેપ્પીનેસ – The Real Happiness (નિર્મળ-ટકાઉ આનંદ)

જીવનની સમસ્યાઓ ઘટાડવા શાસ્ત્રોમાં જણાવી છે આ 4 બાબતો | By Arvindsinh Rana

તમારું જીવન કોણ ચલાવે છે? ” પ્રેમ કે ડર ” | જાણો આ 5 મુદ્દાઓ ની મદદ થી | By Arvindsinh Rana

શ્રી કૃષ્ણ એ અર્જુનને જણાવેલી એક મહત્વની વાત – જે જાણવાથી આપણને પણ થશે લાભ | By Arvindsinh Rana

Call Now for Appointment