સુખી લગ્નજીવન માટે એવી કઈ વસ્તુની ખાસ જરૂર છે, જે મોટાભાગના લોકોના લગ્નજીવન માં ખૂટતી હોય છે. તેના વિશે આપણે ઊંડાણ પૂર્વક ની ખુબ વ્યવહારુ ચર્ચા કરીશું.
વિજ્ઞાન જેને મેટર અને એનર્જી કહે છે તેને આપણા શાસ્ત્રોમાં અને તેમાં પણ દ્વેતવાદી વિચારધારામાં જડ અને ચેતન કે પ્રકૃતિ અને પુરુષ કહે છે. સૃષ્ટિની ઉત્પત્તિ પાછળ પણ આ બે તત્વો જ આધારભૂત છે તેવું વિજ્ઞાન અને શાસ્ત્રો બંને માને છે. આપણે સામાન્ય મનુષ્યો માં પણ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે આદમ અને ઇવ તેમજ મનુ અને શતરૂપા વગેરે જેવી કથાઓ પ્રચલિત છે. ટૂંકમાં સર્જનની પ્રક્રિયા બે પદાર્થ, ચેતના કે બે જીવ સ્ત્રી અને પુરુષ દ્વારા થાય છે આ વાત સાથે સૌ સંમત છે.
આ બે તત્વો સ્ત્રી અને પુરુષના સંગમથી જ જીવન અસ્તિત્વમાં આવે છે. હવે સંગમને વધુ સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે આપણા પૂર્વજોએ લગ્ન વ્યવસ્થાની રચના કરી હતી. જેથી સ્ત્રી અને પુરુષ બંને પોતાના માં રહેલા એકબીજા પ્રત્યેના આકર્ષણને સહજતાથી પામી શકે. અહીં આપણે એક વાતનો તો સ્વીકાર કરવો જ રહ્યો કે બંનેની મૂળ પ્રકૃતિ એકબીજાને આકર્ષે છે, એ કોઈ પણ રીતે ભેગા થવા પ્રયત્ન કરે છે. ત્યારે જ તે પૂર્ણતા અનુભવે છે, જેનાથી સર્જન થાય છે. જો કોઈ પુરુષ કહે કે મને કોઈ સ્ત્રીનું આકર્ષણ નથી, અથવા સ્ત્રી એમ કહે કે મને કોઈ પુરુષનું આકર્ષણ નથી તો સમજવું કે કાં તો તે ખોટા છે, અથવા તેઓ સામાન્ય નથી તેમને કોઈ સમસ્યા છે.
હવે આવી જઈએ આપણા મૂળ મુદ્દો “સુખી લગ્નજીવન માટે” પર. હાલના સમયમાં જોઈએ તો યુવાનોમાં છૂટાછેડા નું પ્રમાણ ખૂબ વધતું જાય છે અને બીજી બાજુ જે દંપત્તિઓ દસ, પંદર કે પચીસ વર્ષથી લગ્નજીવન માં જોડાયેલા છે તેમનું લગ્નજીવન પણ કામ ચલાઉ, ઉષ્મા વગરનું અને ફરિયાદોથી ભરેલું જોવા મળે છે. તો આ કેમ થઈ રહ્યું છે?
છુટાછેડા થવાના કારણો પર આપણે ફરી ક્યારેક વાત કરીશું. અહીં આપણે વાત કરીશું લાંબા સમયથી જોડાયેલા સુસ્ત લગ્નજીવન વિશે.
આ સુસ્ત લગ્નજીવનની સાબિતી રૂપે તેના કેટલાક લક્ષણો વિશે વાત કરીએ તો.
- – પતિ પત્ની પોતાની નોકરી, ધંધો, ઘરકામ, બાળકોના અભ્યાસ વગેરેમાં વધુ પડતા વ્યસ્ત
- – નાની નાની વાતમાં મતભેદ ખેંચા ખેંચ અને વાદવિવાદ
- – પોતાના મનના ઊંડાણમાં રહેલી, હૃદયને ભીંજવતી, સંવેદના જગાડતી વાત-ચીતનો અભાવ. ફક્ત કામકાજ અને વ્યવહારો પૂરતી જ વાર્તાલાપ.
- -એકબીજા પ્રત્યેના માન સન્માનમાં દિવસેને દિવસે ઘટાડો
- – ફક્ત લાગણીઓથી જોડાયેલા તેમાં એકબીજા પ્રત્યે ઉષ્મા ભર્યા પ્રેમનો અભાવ
- – મોબાઇલમાં વધુ સમય ગાળવો
આ પ્રકારના બીજા ઘણા લક્ષણો ટકી રહેલા લગ્નજીવનમાં જોવા મળે છે. પરંતુ શું આપણે આ રીતે લગ્નજીવન જીવવા માટે પરણ્યા હતા? કે ફક્ત સમાજ વ્યવસ્થા ના ભાગરૂપે લગ્ન કરી લીધા હતા? જો ઉપરોક્ત લક્ષણોમાંના કેટલાક લક્ષણો આપણા લગ્નજીવન માં જોવા મળતા હોય. આપણું લગ્નજીવન ફક્ત એક સગવડના ભાગરૂપે ચાલી રહ્યું હોય, તો આપણે ખરેખર તેના માટે વિચારવું જોઈએ અને તુરંત પગલાં લેવા જોઈએ. કારણકે અહીં આપણે આપણી જાત સાથે સમાધાન નહીં પણ દગો કરી રહ્યા છીએ.
તો આપણે એવું તો શું કરી શકીએ કે જેનાથી લગ્નજીવનમાં તાજગી સ્ફૂર્તિ અને ઊર્જા મહેસુસ થાય. સૌ પ્રથમ આપણે શુષ્ક લગ્નજીવન પાછળના કેટલાક સામાન્ય જણાતા પાયાના કારણો વિશે ચર્ચા કરીએ. જો આ કારણો પર ધ્યાન આપીશું તો આપોઆપ લગ્નજીવનમાં બદલાવ આવવા લાગશે તેની ગેરંટી.
1 – આકર્ષણનો નિયમ (Attraction)
આપણે જ્યારે આપણા જીવનસાથી ને પસંદ કર્યું હતું ત્યારે સૌથી પહેલા તેની કઈ બાબત પર આપણું ધ્યાન ગયું હતું? મોટેભાગે તો તેનો બાહ્ય દેખાવ, બરાબર! જ્યારે પણ આપણે કોઈને પ્રભાવિત કરવા માટે કે તેને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે સૌથી પહેલા આપણે પોતાના દેખાવને સુંદર બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમાં યોગ્ય કપડાં, તેની સાથે બીજી એસેસરીઝનું મેચિંગ, હેર સ્ટાઈલ, ઉઠવું – બેસવું, બોલવું – ચાલવું વગેરેનું ધ્યાન રાખીએ છીએ. આપણે આ તૈયારી કેમ કરીએ છીએ? એરેન્જ મેરેજમાં પણ છોકરો છોકરી એકબીજાને જોવા જાય ત્યારે યોગ્ય રીતે સુસજ્જ થઈને જાય છે. પછી ભલે વ્યક્તિત્વના બીજા પાસા જેમ કે આર્થિક સામાજિક સ્થિતિ, શિક્ષણ વગેરે જોવાતા હોય પણ દેખાવ કે પ્રાયોરિટીમાં રહે છે તે સ્વીકારવું જ પડે.
તો જ્યારે આપણે શરૂઆતમાં એકબીજાને આકર્ષવા માટે જે પ્રયત્નો કરીએ છીએ, તે શું ફક્ત તેની સાથે જોડાવા પૂરતા જ હોય છે? પછી તે મળી જાય, આપણા જીવનમાં આવી જાય પછી વાત પૂરી! આ તો પેલા શિકારી જેવી વાત થઈ, જે પક્ષીને જાળ માં ફસાવવા માટે જ દાણા નાખતો હોય છે, નહીં કે તેને પ્રેમથી ચણવા માટે નહિ.
જો સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે આકર્ષણ નાં કારણે જોડાતા હોય તો જ્યારે આકર્ષણ નહીં રહે ત્યારે જોડાણ પણ નબળું પડી જ જશે તેમાં બે મત નથી. તમે પોતે જ કહો કે આધેડ વયની ઉંમરે પણ શું આપણને સારા દેખાતા સ્ત્રી પુરુષોને જોવા નથી ગમતા? (અહીં સારા દેખાવા નો અર્થ ફક્ત ઊંચા નીચા, જાડા પાતળા ગોરા કાળા વગેરે જ નથી) આ આકર્ષણનો નિયમ કંઈ માણસોએ નથી બનાવ્યો, આ પ્રકૃતિ દ્વારા આપણા અંદર મૂકવામાં આવ્યો છે, જેને નકારી શકાય નહીં.
# જો આકર્ષણને ટકાવી રાખવું હોય તો ફક્ત બહારના લોકો માટે જ નહીં, ફરવા જવાનું હોય ત્યારે જ નહીં, પ્રસંગ હોય ત્યારે જ નહીં, ફક્ત ફોટા અને વિડીયો માટે જ નહીં પરંતુ પોતાના જીવન સાથીને આકર્ષવા માટે પણ સતત પ્રયત્નો કરવાની જરૂર છે.
# આપણા દેખાવમાં, વાતમાં, વ્યવહારમાં એક આકર્ષણ હોવું જરૂરી છે. વધુ પડતી સાદગી અને શીતળતા સ્ત્રી પુરુષના ઉષ્મા ભર્યા સંબંધો માટે ઘાતકી છે.
# બહારના લોકો કે દુનિયાને ઇમ્પ્રેસ કરવા માટે આપણે જે પ્રયત્નો કરીએ છીએ તેવા જ પ્રયત્નો આપણા પાત્રને ઈમ્પ્રેસ કરવા માટે પણ કરતા રહેવું જરૂરી છે. તે ભૂલી ન જવું જોઈએ.
# ઉચ્ચ પ્રકારની ફિલોસોફિકલ વાતો સીમિત વર્ગ માટે જ હોઈ શકે, પણ સામાન્ય જીવન જીવવા માટે તો વ્યવહારુ અભિગમ જ ઉત્તમ છે.
# આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે “આપણા જ છે, પોતાના જ તો છે વળી, ઘરના જ છે, એ જાણે તો છે, એ તો સમજે જ ને” આવા ભ્રમમાં રહી જઈએ છીએ, પરંતુ વાસ્તવિકતા જુદી પણ હોઈ શકે છે.
# સ્ત્રી પુરુષના સંબંધોમાં જેમ જેમ આકર્ષણ ઘટશે તેમ તેમ તેમના સંબંધોમાં અંતર વધશે.
# ન્યુટનના ગુરુત્વાકર્ષણ ના નિયમ પછીનો આ બીજા નંબરનો નિયમ છે તેમ સમજો.
2 – શારીરિક સંબંધો (Sexual Life)
સ્ત્રી અને પુરુષ વચ્ચે રહેલા આકર્ષણ પર બંનેના સંબંધોનો પાયો ટકલો છે, જેમ જેમ આકર્ષણ ઘટે તેમ તેમ સંબંધોમાં અંતર વધવા લાગે છે તે એક નગ્ન સત્ય છે. તે ગમે તે પ્રકારનું આકર્ષણ હોય શકે છે આંતરિક, બાહ્ય, વૈચારિક અથવા અધ્યાત્મિક આકર્ષણ પણ હોઈ શકે છે.
રાત્રે સ્ટ્રીટ લાઈટ નીચે એક વ્યક્તિ કાંઈક શોધી રહી હતી. તેને જોઈને બીજા લોકો પણ તેને મદદ કરવા લાગ્યા. થોડા સમય બાદ એક ડાહ્યા વ્યક્તિએ પૂછ્યું કે તમે શોધો છો શું? તો તે વ્યક્તિએ કહ્યું વીંટી. ત્યારે બધાને ખબર પડી કે વીંટી શોધવાની છે. થોડીવાર પછી બીજી ડાહી વ્યક્તિએ પૂછ્યું કે શું તમને પાક્કી ખાતરી છે કે વીંટી અહીંયા જ ખોવાઈ હશે? ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે વીંટી તો ત્યાં દૂર અંધારામાં ખોવાઈ ગઈ છે. તો બધા એક સાથે બોલ્યા ખરા છો તમે તો!!! તો પછી અહીંયા શું કામ શોધો છો!!! તો તેને જવાબ આપ્યો ‘અહીં અજવાળું છે ને એટલે.’સમજ્યા?
1 Response
[…] સુખી લગ્નજીવન માટે આ 2 વાત ખુબ અગત્યની |… […]