ઉત્ક્રાંતિ કાળ થી માનવી સતત સંઘર્ષ કરતો આવ્યો છે. પરંતુ આધુનિક માનવી તેના જીવનમાં ઉત્તમ સગવડો હોવા છતાં જીવન સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જ્યારે આદિકાળનો માનવી સગવડોના અભાવને લીધે સંઘર્ષ કરતો હતો આ પાયાનો તફાવત રહ્યો છે.
મારા મતે માનવ જાતિ ને ભવિષ્યમાં બે મોટી સમસ્યાઓથી લડવું પડશે. એક જાતીય જીવનમાં નિષ્ક્રિયતા અને બીજી ઊંઘ ની સમસ્યા. જો કે વર્તમાનમાં તેની શરૂઆત તો થઈ ચૂકી છે.
આમાંથી અહીં આપણે અનિંદ્રા વિશે વાત કરીશું. અનિંદ્રા ને સમજવા માટે પહેલા નિંદ્રા ને સમજવી જરૂરી છે.
ઊંઘ શું છે!
સતત ચાલતા વૈજ્ઞાનિક સંશોધનો પણ હજી ઉંઘને પૂર્ણ રૂપે સમજી શક્યા નથી. તો પણ આપણે અહીં વ્યવહારું રીતે ઊંઘને સમજવાનો પ્રયત્ન કરીશું.
“હું તમને એમ કહું કે તમે ખુની છો” “તમે આત્મહત્યા કરવાના હતા”. તો તમે કહેશો તદ્દન ખોટી વાત છે. પરંતુ આપણે ભલે પ્રેક્ટીકલી કોઈનું ખૂન ન કર્યું હોય કે આત્મહત્યાનો પ્રયાસ પણ ન કર્યો હોય. પરંતુ આપણા મન દ્વારા ગુસ્સામાં, ટેન્શનમાં, વિચારોમાં, ડિપ્રેશનમાં, વ્યગ્રતામાં ક્યારેક તો આ પ્રકારના વિચારથી વિચલિત થયા જ હોઈશું.
હવે આ બધું જ્યારે મન દ્વારા થતું હોય છે ત્યારે તેની અસરો ખૂબ જ ઊંડે સુધી થતી હોય છે. ફક્ત આ પ્રકારના અતિ ગંભીર કૃત્યો જ નહીં, સામાન્ય ઉશ્કેરાટ, ચિંતા, આપણે જે બોલીએ છીએ તથા દમિત ઈચ્છાઓ, આ બધું
જ આપણા મન ઉપર ઊંડી અસર કરતું હોય છે.
આ બધા જ કરાયેલા ન કરાયેલા વ્યવહારોનો સમયાંતરે પ્રોસેસિંગ કરવું ખૂબ જ જરૂરી છે નહીંતર આપણે માનસિક રીતે વિક્ષિપ્ત થઈ શકીએ છીએ. આ વિક્ષિપ્તતા થી બચવા માટે કુદરતી રીતે ઊંઘ ખૂબ જ જરૂરી બની જાય છે. જે દરેક પ્રત્યક્ષ કે પરોક્ષ વ્યવહારોને ઠેકાણે પાડી દે છે અને સવારે આપણો નવો જન્મ કરાવે છે.
માનસિક સમસ્યાઓ માટેની મોટાભાગની દવાઓથી થોડા ઘણા અંશે ઘેન રહે છે, ગાઢ નીંદર આવે છે. જેનાથી મન આપોઆપ રૂઝાવા લાગે છે અને સમસ્યાના લક્ષણો ઓછા થવા લાગે છે. આમ ઊંઘ એ આપણા મનનું ટોનિક છે, જે તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
લગભગ બધા પ્રાણીઓ પણ ઓછા વત્તા અંશે ઊંઘે તો છે જ અને તે પણ મોટાભાગે રાત્રે જ. તો મને લાગે છે કે ઊંઘ નો બીજો સંબંધ સૂર્ય સાથે પણ હોવો જોઈએ જેમ જેમ પ્રકાશ ઓછો થતો જાય છે તેમ તેમ આપણે ઊંઘ તરફ આગળ વધતા જઈએ છીએ.
ઊંઘ લાવવા માટે જવાબદાર મેલાટોનીન નામનું કેમિકલ પણ પ્રકાશ સાથે જોડાયેલું છે તમને ખ્યાલ હશે કે ઉત્તર ધ્રુવીય દેશો જ્યાં સૂર્યપ્રકાશ પુરતો નથી હોતો અને દિવસ રાતનું ચક્ર પણ બદલાયા કરે છે ત્યાંના લોકોમાં માનસિક સમસ્યાઓનું પ્રમાણ વધુ હોય છે જેમાં ઊંઘને લગતી સમસ્યાઓ પણ સામેલ છે. જેનો સીધો સંબંધ સૂર્યપ્રકાશ સાથે છે.
ટૂંકમાં મનની પ્રકૃતિ દશા વ્યવહારો અને ઊંઘ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.
કેટલી ઊંઘ જરૂરી છે!
દરેક વ્યક્તિને તેના કામ મુજબ કેલેરીની જરૂર હોય છે. એક મજૂરને જેટલી કેલેરીની જરૂર હોય છે તેટલી કેલરી કોઈ દુકાનદાર માટે જરૂરી નથી. તેવી જ રીતે દરેક વ્યક્તિની ઊંઘ ની જરૂરિયાત પણ અલગ અલગ હોઈ શકે છે. ઉપરાંત જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ઊંઘ પણ ઘટે છે તાજું જન્મેલું બાળક 22 કલાક સુધી ઊંઘે છે, તો 70-80 વર્ષના વૃદ્ધ વ્યક્તિઓ 5-6 કલાક જ સુઈ શકે છે.
આ ઉમર પ્રમાણે ઊંઘ ના કલાકોને આપણા મન સાથે જોડીએ તો ખ્યાલ આવશે કે જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણું મન પણ વધુ વ્યગ્ર ઉચ્ચાઢ ભર્યું ચિંતિત અને વિચારયુક્ત થતું જાય છે માટે બધા માટે ઊંઘના એક સમાન કલાકો નક્કી ન કરી શકાય. એક સ્વસ્થ વ્યક્તિ માટે સરેરાશ 7 કલાક ની ઊંઘ નો માપદંડ રાખી શકીએ. જો તમે સવારે તાજગી સાથે ઉઠો છો અને દિવસ દરમિયાન સ્ફૂર્તિ અનુભવો છો તો, તમે પૂરતી અને સારી ઊંઘ લઈ રહ્યા છો તેમ કહી શકાય.
મહાભારતના અર્જુનનું એક નામ ગુડ આકાશ પણ હતું. કારણ કે તેમણે પોતાની નીંદર પર વિજય મેળવ્યો હતો તેમણે યોગ સાધના દ્વારા યોગ નિંદ્રા પ્રાપ્ત કરી હતી જેમાં ફક્ત 10 થી 30 મિનિટ સુધીની ઊંઘ પણ સંપૂર્ણ સ્વસ્થતા અને સ્ફૂર્તિ આપી શકે છે આ આપણા મોદી સાહેબ પણ યોગ સાધના ની સિદ્ધિ થકી ફક્ત ચાર કલાક જ સુવે છે આપણે સૌ જાણીએ છીએ કે યોગ દ્વારા આપણી ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે વશમાં રાખી શકાય છે અને આપણી ઇન્દ્રિયો પણ મન સાથે જ તો જોડાયેલી છે.
ઊંઘને અસર કરતા પરિબળો કયા!
આપણા જીવનની માયાજાળ નું જેટલું વધુ વિસ્તરણ કરીએ, તેટલા આપણે વધુ વ્યગ્ર રહીએ છીએ. જેટલા વ્યવહારો વધુ કેટલો ઉદ્વેગ વધુ અને જેટલો ઉદ્વેગ વધુ કેટલી ઊંઘ ઓછી. માટે જો સારી ઊંઘ સાથે સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો બની શકે તેટલા ઓછા વ્યવહારો તેમજ ડિસ્ટ્રેક્શન્સ રાખવા જરૂરી છે.
ચોઇસ તમારી છે સારી ઊંઘ? કે સતત વ્યવહારોની વ્યસ્તતા?
- આયુર્વેદમાં જણાવ્યું છે કે અન્ન તેવું મન. આપણા ખોરાક અને તેમાં રહેલા વિટામિન્સ ની ઉણપ પણ ઊંઘને અસર કરતા હોય છે.
- જેમ માનસિક સમસ્યાઓ ઊંઘની અસર કરે છે તેવી જ રીતે શારીરિક બીમારીઓ ને કારણે પણ ઊંઘને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
- ઊંઘને અસર કરતા પરિબળોમાં સ્ટ્રેસ એક મહત્વનું પરિબળ છે. ઘણીવાર આપણા કોન્સિયસ માઈન્ડમાં સ્ટ્રેસ નથી જણાતો, પરંતુ આપણી વ્યક્તિગત પ્રકૃતિને કારણે આપણા સબ કોસિયન્સ માઈન્ડમાં સતત સ્ટ્રેસ રહ્યા કરે છે જે આપણી ઊંઘની ગુણવત્તા બગાડે છે. વધુ પડતા સપનાઓ આવવાનું કારણ પણ સ્ટ્રેસ હોઈ શકે છે.
સારી ઊંઘ લેવા માટે શું કરવું અને શું ન કરવું!
1- અત્યારની જીવનશૈલી મુજબ મોટાભાગના લોકો રાત્રે જ શાંતિથી અને વધુ જમે છે, જે ખરેખર સારી ઊંઘ માટે વિધ્ન રૂપ છે. માટે બની શકે તેટલું વહેલા અને સરળ સુપાચ્ય ખોરાક લેવાથી સારી ઊંઘ આવે છે.
2- જેમ આગળ વાત કરી તેમ પ્રકાશની અસર ઊંઘ પર થાય છે. માટે સૂર્યાસ્ત પછી વધુ તીવ્ર પ્રકાશમાં જવાનું ટાળવું જોઈએ. ઘરમાં પણ જરૂર ન હોય તો શાંત અને ઓછી લાઇટમાં જ રહેવું જોઈએ. જેનાથી શરીર કુદરતી રીતે ઊંઘ માટે તૈયાર થઈ શકે. તમે લાઈટ ઘટાડવા માટે ડાર્ક ચશ્મા પણ પહેરી શકો છો.(મોબાઈલ સ્ક્રીન ની લાઈટ પણ ઊંઘ લાવવામાં અવરોધ બને છે)
3- જેવી રીતે સૂર્યાસ્ત બાદ તિવ્ર પ્રકાશ ટાળવો જોઈએ, તેવી જ રીતે સૂર્યોદય બાદ બહાર નીકળીને સૂર્યપ્રકાશ અચૂક લેવો જોઈએ. જે આપણી બાયોલોજીકલ ક્લોક ને સેટ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. સૂર્ય પ્રકાશ માંથી મળતું વિટામિન D બીજા ઘણા વિટામિન્સને શરીરમાં શોષાવા માટે મદદ કરે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
4- શ્રી કૃષ્ણએ કહ્યું છે તેમ “કર્મ કર ફળની આશા ના રાખીશ.” એટલે કે પોતાના કર્મો, વ્યવહારો અને બીજા લોકોની ટીકા ટિપ્પણી વગેરેને પોતાની જાત સાથે જોડવા ન જોઈએ. તે કરી લીધા કે થઈ ગયા પછી તેને આપણાથી દૂર કરી દેવા જોઈએ, જેના માટે સતત પોતાનું જ કાઉન્સેલિંગ કરતું રહેવું જોઈએ. તેનાથી આપણા મન પર ભાર રહેતો નથી.
5- જો મનમાં કોઈ અપરાધ ભાવ પડ્યો હોય કે કોઈને માફ ન કરી શકતા હોય તો ઊંઘ ની સમસ્યાઓ વધી શકે છે. માટે ખરા હૃદયથી તે વ્યક્તિને માફ કરી દેવો જોઈએ. બની શકે તો તે વ્યક્તિને પણ આ વાત જણાવી દેવી જોઈએ. સાથે સાથે આપણી કોઈ ભૂલ માટે પણ પોતાની જાતને માફ કરી દેવી જોઈએ.
6- સંપૂર્ણ દિવસ દરમિયાન મનને શાંત રાખવા માટે ધ્યાનપૂર્વક પોતાના શ્વાસને ઊંડા અને રિધમ માં લેવાનું પ્રયત્ન કરતા રહેવું જોઈએ, જે આપણા મનના ઘણા બધા ઉદવેગોનું શમન કરે છે. જેનાથી રાત્રે સારી ઊંઘ આવે છે.
7- સુતા પહેલા કોઈપણ જાતની પારિવારિક સમસ્યાઓ, ફરિયાદો કે કામને લગતી વાતો કોઈની પણ સાથે કરવી ન જોઈએ. જે આપણી ઊંઘની ગુણવત્તા ઘટાડી શકે છે.
8- પ્રાર્થના, ગૌનસ્ય, અંધારો અને ઠંડો ઓરડો વગેરે સારી ઊંઘ માટે લાભદાયી છે.
9- પથારીમાં સૂઈને આંખો, ભ્રમરો અને જડબાને ધ્યાનપૂર્વક એકદમ રિલેક્સ કરવાથી જલ્દી ઊંઘ આવવા લાગે છે.
10- મનગમતા વ્યક્તિ, બાળક કે જીવન સાથીને વળગીને સુવાથી પણ ઊંઘ સારી આવે છે.
11- બીજા દિવસે કરવાના કામ હોય, કોઈ પેન્ડિંગ કામ હોય અથવા ભવિષ્યનું કોઈ આયોજન કરવાનું હોય તો, તેને વિગતવાર રીતે રોજે રોજ રાત્રે લખી લેવા જોઈએ, જેનાથી મગજ નિશ્ચિંત થઈ જાય છે અને નિરાંતનો ભાવ જન્મે છે. જે સારી ઊંઘ આપી શકે છે.
12- ઊંઘની સમસ્યા ધરાવતા વ્યક્તિએ સાંજે ચા કોફી કે કેફીન યુક્ત પીણા લેવાનું ટાળવું જોઈએ.
Lifeline Wellness
Arvindsinh Rana
Counseling Psychologist
હંમેશા ખુશ રહેવા માટે નો ફોર્મ્યુલા શું છે? | Formula of Happiness according to Psychologist
સ્ટ્રેસ દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય | 8 Stress Reliever tips by Arvindsinh Rana
માનસિક શાંતિ નથી? તો આ 6 વાત ધ્યાનમાં રાખજો by Arvindsinh Rana
સુખી લગ્નજીવન માટે આ 2 વાત ખુબ અગત્યની | 2 Tips for Happy Marriage Life
સારી ટેવ પાડવા શું કરવુ | how to develop good habits by Arvindsinh Rana
3 Best Parenting Tips – બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? By Arvindsinh Rana
Excellent
Thanks